અંધેરી/ કોર્ટે સલમાન ખાનને મોકલ્યું સમન્સ, હવે ભાઈજાન આ મામલે કોર્ટમાં થશે હાજર

બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે વિવાદોને કારણે ચર્ચામાં રહે છે,અત્યાર સુધી સલમાન ખાન ઘણા મામલામાં જેલ અને કોર્ટ જઈ ચૂક્યો છે, હવે અંધેરી કોર્ટે સલમાન ખાન અને તેના બોડી ગાર્ડને સમન્સ પાઠવ્યા છે

Top Stories Entertainment
5 32 કોર્ટે સલમાન ખાનને મોકલ્યું સમન્સ, હવે ભાઈજાન આ મામલે કોર્ટમાં થશે હાજર

બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી સલમાન ખાન ઘણા મામલામાં જેલ અને કોર્ટ જઈ ચૂક્યો છે. હવે અંધેરી કોર્ટે સલમાન ખાન અને તેના બોડી ગાર્ડને સમન્સ પાઠવ્યા છે.

અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે એક પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલા હુમલાના કેસમાં સલમાન ખાન વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. ફરિયાદી અશોક શ્યામલ પાંડેએ સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324, 392, 426, 506 (II) r/w 34 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે પત્રકાર સાથે ગેરવર્તન કરવાના મામલામાં સલમાન ખાને 5 એપ્રિલે કોર્ટમાં હાજર થવું પડશે.

શું છે સમગ્ર મામલો?

આ કેસ 2019ના પત્રકાર અશોક પાંડે સાથે સંબંધિત છે, જ્યારે તેણે અભિનેતા પર ગેરવર્તન અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. કથિત રીતે આ ઘટના ત્યારે બની જ્યારે એક ટીવી પત્રકારે સાઇકલ ચલાવતી વખતે ‘રાધે’ અભિનેતાને ફિલ્માવવાનો પ્રયાસ કર્યો.

કોર્ટે નોંધ્યું કે ડીએન નગર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ એક અહેવાલ દાખલ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઘટનાના દિવસે ફરિયાદી અને સૂચિત આરોપી વ્યક્તિઓ (સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ શેખ) વચ્ચે વિવાદ થયો હતો. મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસ અધિકારીએ જે ગુનાઓ હેઠળ ગુના આચર્યા છે તે ટાંક્યા છે. કલમ 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઈરાદાપૂર્વક અપમાન), આઈપીસીની કલમ 506 (ગુનાહિત ધાકધમકી) આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે.