Not Set/ #Covid19/ દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે આ રાજ્યોને મળી શકે છે લોકડાઉનમાં ઢીલ

કોરોના સંકટનાં કારણે છેલ્લા કેટલાક સમયથી દેશમાં ગંભીર હાલત બની રહ્યા છે. જણાવી દઇએ કે, કોરોનાએ અત્યાર સુધી 32 રાજ્યોમાં પ્રવેશ કર્યો છે, પરંતુ આમાંથી 16 રાજ્યો એવા છે કે જ્યા તેની અસર હવે ઓછી જોવા મળી રહી છે. એટલે કે, આ રાજ્યોની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે […]

World
6478aa8fd321ebcd1ddcf46c2faa6c24 #Covid19/ દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે આ રાજ્યોને મળી શકે છે લોકડાઉનમાં ઢીલ

કોરોના સંકટનાં કારણે છેલ્લા કેટલાક સમયથી દેશમાં ગંભીર હાલત બની રહ્યા છે. જણાવી દઇએ કે, કોરોનાએ અત્યાર સુધી 32 રાજ્યોમાં પ્રવેશ કર્યો છે, પરંતુ આમાંથી 16 રાજ્યો એવા છે કે જ્યા તેની અસર હવે ઓછી જોવા મળી રહી છે. એટલે કે, આ રાજ્યોની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સરકાર આ રાજ્યોમાં લોકડાઉન હળવુ કરી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીનાં તેના અપડેટમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 24,942 ચેપનાં કેસ નોંધાયા છે અને 5,200 થી વધુ લોકો ઠીક થયા છે. આમ, ચેપ મુક્ત દર્દીઓનો દર 20 ટકાથી વધુ છે. મંત્રાલયે કહ્યું કે, દરરોજ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધવાની દર ઘટીને છ ટકા પર આવી ગઇ છે, જે દેશમાં 100 કેસ સામે આવ્યા બાદનો સૌથી નીચો છે. દેશમાં અત્યાર સુધીમાં 5.8 લાખ લોકોની તપાસ થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર હવે તે જ પ્રયાસમાં લાગી ગઈ છે કે જે રાજ્યોમાં પરિસ્થિતિ વધુ સારી થઈ રહી છે, તેને કોરોના મુક્ત કરવામાં આવી શકે.

આરોગ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડું અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, હરિયાણા, બિહાર, કર્ણાટક, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં આ રાજ્યો હવે કોરોનાને મુક્ત કરવાની કોશિશ કરી રહ્યા છે.

6 રાજ્યો સંપૂર્ણ નિયંત્રણમાં છે

દેશનાં 32 રાજ્યોમાંથી 6 રાજ્યો એવા છે કે જે કોરોનાથી સંપૂર્ણરીતે નિયંત્રણમાં છે. જેમાં ગોવા 7, મણિપુર 2, અરુણાચલ પ્રદેશ 1, મિઝોરમ 1, પુડુંચેરી 7 અને ત્રિપુરા 2 નો સમાવેશ થાય છે. ગોવા પહેલેથી જ કોરોના મુક્ત રાજ્ય બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.