Not Set/ #Covid19/ બ્રાઝિલમાં જોવા મળ્યુ કોરોનાનું તાંડવ, અમેરિકા બાદ સૌથી વધુ સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ

કોરોના રોગચાળાને કારણે બ્રાઝિલની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અમેરિકા પછી ચેપગ્રસ્તની સૌથી વધુ સંખ્યા બ્રાઝિલમાં જ છે. બ્રાઝિલમાં દર્દીઓની કુલ સંખ્યા 3,49,113 છે. લેટિન અમેરિકન દેશમાં અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આંકડો વધારે હોઈ શકે છે. અહીંની સ્થિતિ એટલી ખરાબ છે કે કોરોના ચેપગ્રસ્ત […]

World
8823c0e341bebf22b632f60c62800eef #Covid19/ બ્રાઝિલમાં જોવા મળ્યુ કોરોનાનું તાંડવ, અમેરિકા બાદ સૌથી વધુ સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ

કોરોના રોગચાળાને કારણે બ્રાઝિલની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અમેરિકા પછી ચેપગ્રસ્તની સૌથી વધુ સંખ્યા બ્રાઝિલમાં જ છે. બ્રાઝિલમાં દર્દીઓની કુલ સંખ્યા 3,49,113 છે. લેટિન અમેરિકન દેશમાં અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આંકડો વધારે હોઈ શકે છે. અહીંની સ્થિતિ એટલી ખરાબ છે કે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિનું શરીર 30 કલાક સુધી રસ્તા પર પડેલુ રહ્યુ હતુ, પરંતુ કોઈ તેને લેવા આવ્યુ ન હતુ.

બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયે છેલ્લા 24 કલાકમાં 1,001 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. બ્રાઝિલમાં, વાયરસનાં ફેલાવાને રોકવા માટે ચર્ચા ચાલી રહી છે કે લોકડાઉનમાં ઢીલ આપવામાં આવે કે વધુ કડક પ્રતિબંધ લગાવવામાં આવે. દરમિયાન, રિયો ડી જેનેરિયો શહેરમાં કોરોના ચેપથી 62 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

તેનો મૃતદેહ પાર્કિગની વચ્ચે પડ્યો હતો. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, જ્યારે ક્લિનર ડી સિલ્વા નામનાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ત્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં તેની હાલત કફોડી થઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં તે જીંદગીની જંગ હારી ચુક્યો હતો. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સે તેનો મૃતદેહ લેવાની ના પાડી દીધી હતી. 30 કલાક પછી, મૃતદેહનો અંતિમ સંસ્કાર કરનાર ટીમે તેના શવને ત્યાંથી દૂર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.