Gujarat/ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ ફૂટબોલની રમતને આપશે નવો આયામ, બન્યા સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના ઉપપ્રમુખ

રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓનાં દીકરાઓની નવી કારકિર્દી હવે સ્પોર્ટ્સમાં જોવા મળી રહી છે. પિતા ભલે રાજકારણમાં હોય પરંતુ તેમના દીકરાઓ સ્પોર્ટસના ક્ષેત્રોમાં ખેડાણ કરી રહ્યા છે.ગૃહમંત્રી અમિત શાહના દીકરા જય શાહ ઇન્ડિયન ક્રિકેટ એસોસિયેશનના

Gujarat
Jignesh Patil News 1 સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ ફૂટબોલની રમતને આપશે નવો આયામ, બન્યા સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના ઉપપ્રમુખ

રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓનાં દીકરાઓની નવી કારકિર્દી હવે સ્પોર્ટ્સમાં જોવા મળી રહી છે. પિતા ભલે રાજકારણમાં હોય પરંતુ તેમના દીકરાઓ સ્પોર્ટસના ક્ષેત્રોમાં ખેડાણ કરી રહ્યા છે.ગૃહમંત્રી અમિત શાહના દીકરા જય શાહ ઇન્ડિયન ક્રિકેટ એસોસિયેશનના મંત્રી છે.રાજ્યસભાના સભ્ય અને ગુજરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા પરિમલ નથવાણીના દિકરાના પુત્ર ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ છે. આ યાદીમાં હવે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સીઆર પટેલના પુત્ર જીગ્નેશ ચંદ્રકાંત પટેલનું નામ પણ ઉમેરાઈ ગયું છે.

Politics / તમિળનાડુમાં રાહુલ ગાંધીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

જીગ્નેશને તાજેતરમાં જ રાજ્યના ફૂટબોલ એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ તેઓ આ એસોસિએશનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કામગીરી બજાવી રહ્યા હતા. નામ ઉપરાંત જીગ્નેશની ફૂટબોલ રમત પ્રત્યેનો લગાવ પણ આ બાબતમાં કારણભૂત છે. જીગ્નેશ સુરતમાં વર્ષોથી ફૂટબોલ એસોસિએશન સાથે સંકળાયેલા છે.

Vaccine / રસી લેવા પહોંચેલા વૃધ્ધોને પડ્યો ધરમ ધક્કો, વિલા મોંએ ફર્યા પાછા

સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડન્ટ બન્યા પછી જીગ્નેશને પૂછવામાં આવ્યું કે તેઓ પ્રેસિડેન્ટ તરીકે શું કરવા માંગે છે ? તેના જવાબમાં જીગ્નેશ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની સ્પર્ધા ઓ સરસ રીતે પૂરી થાય તેવું આયોજન કરવું છે. ફૂટબોલના મેદાનો સરસ રીતે બને તેની ચિંતા કરવી છે.આ રમત લોકપ્રિય થાય તેવા પ્રયત્નો હાથ ધરવા છે.રાજકીય દિગ્ગજોના સૂત્રોની આ નવી કારકિર્દી બીજા અનેક રાજકીય નેતાઓના પુત્રો માટે નવી દિશા ખોલી આપશે એ નિશ્ચિત છે. પિતાને મળી જતા અને વગરનો રચનાત્મક અને રમતગમતની પ્રવૃત્તિ માં વિકાસ માટે ઉપયોગ થાય તેનાથી વધારે સુંદર શું હોય ?(સૌજન્ય  – મનોજ શુક્લ)

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…