Not Set/ જીવતી મહિલાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, પરિવારને મોકલી દીધો બીજાનો મૃતદેહ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક બેદરકારીનાં સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા એક દાખલ વૃદ્ધાનાં નામનું ડેથ સર્ટિફિકેટ બની ગયું છે.

Top Stories Gujarat Others
VVVV જીવતી મહિલાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, પરિવારને મોકલી દીધો બીજાનો મૃતદેહ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક બેદરકારીનાં સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા એક દાખલ વૃદ્ધાનાં નામનું ડેથ સર્ટિફિકેટ બની ગયું છે. ભરવાડ પરિવારે મૃતદેહ ચેક કરતા અન્ય દર્દીનો મૃતદેહ નીકળતા ભાંડો ફૂટ્યો હતો.

VVVV 1 જીવતી મહિલાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, પરિવારને મોકલી દીધો બીજાનો મૃતદેહ

અમદાવાદ: રેમેડેસિવિર ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઇન

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી ચાલતી હોવાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. શ્વાસની બિમારી માટે દાખલ થયેલા વૃદ્ધાનું મોત થયું હોવાનું દર્દીએ સર્ટિફિકેટ આપી મૃતદેહ ભરવાડ પરિવારને સોંપી દીધો હતો. જે બાદ આ મૃતદેહ તેમના સ્વજનનો નહિ હોવાનો ભાંડો ફૂટતા તંત્રએ તેમની જવાબદારી સ્વીકારી હતી. આપને જણાવી દઇએ કે, રાજકોટમાં રહેતા રાજીબેન મૈયાભાઈ વરુ નામનાં ભરવાડ વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પરિવારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યા આવતા કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં બપોરે 3 વાગ્યે રાજીબેનનું અવસાન થયું હતુ અને મૃતદેહ લઇ જાવ તેવો હોસ્પિટલમાંથી મૃતકનાં પુત્રને ફોન આવતા તેઓ પહોંચ્યા હતા.

a 116 જીવતી મહિલાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, પરિવારને મોકલી દીધો બીજાનો મૃતદેહ

મોટો નિર્ણય / Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

ત્યારબાદ અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી હતી અને બહેનો દીકરીઓને પણ બોલાવી લેવામાં આવી હતી. અંતિમ સંસ્કાર કરે તે પૂર્વે મૃતદેહ ચેક કરતા આ મૃતદેહ તેમના માજી રાજીબેનનો નહિ હોવાનું જાણવા મળતા ફરી સિવિલ હોસ્પિટલનાં સંચાલકોને જાણ કરતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને મૃતક રાજીબેન જીવીત હોય તેવું જણાવતા ત્યાં ફરી ચેક કરતા રાજીબેન જીવીત હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સ્ટાફે વીડિયો કોલ મારફતે રાજીબેન સાથે વાત કરાવતા તેઓ હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ ઉપર ભરોસો નહિ હોવાથી તાત્કાલિક વૃદ્ધાને અન્ય ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા તજવીજ હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ