Not Set/ ક્રિકેટ/ મહિલા વન ડે રેન્કિંગમાં ઇજાગ્રસ્ત સ્મૃતિ મંદાનાએ ગુમાવ્યો પ્રથમ ક્રમાંક

ભારતની ઇજાગ્રસ્ત ઓપનર સ્મૃતિ મંદાના આઇસીસી મહિલાઓની વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવી ચૂકી છે અને તેની જગ્યાએ ન્યુ ઝિલેન્ડની એમી સેટરવેટ લઇ લીધું છે. ઈજાના કારણે સ્મૃતિ મંદના સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભાગ લેવા અસમર્થ રહી હતી અને તે એક સ્થાન ગુમાવીને બીજા સ્થાને રહી ગઈ હતી. મંદાનાનાં ખાતામાં 755 અંક છે. […]

Uncategorized
smriti mandana ક્રિકેટ/ મહિલા વન ડે રેન્કિંગમાં ઇજાગ્રસ્ત સ્મૃતિ મંદાનાએ ગુમાવ્યો પ્રથમ ક્રમાંક

ભારતની ઇજાગ્રસ્ત ઓપનર સ્મૃતિ મંદાના આઇસીસી મહિલાઓની વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવી ચૂકી છે અને તેની જગ્યાએ ન્યુ ઝિલેન્ડની એમી સેટરવેટ લઇ લીધું છે. ઈજાના કારણે સ્મૃતિ મંદના સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભાગ લેવા અસમર્થ રહી હતી અને તે એક સ્થાન ગુમાવીને બીજા સ્થાને રહી ગઈ હતી. મંદાનાનાં ખાતામાં 755 અંક છે.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલાની પ્રેક્ટિસ મેચ દરમિયાન, જમણા અંગૂઠા પરના બોલ વાગવાને કારણે મંદાનાને ફ્રેક્ચર થયું હતું. અને ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. અન્ય ભારતીય બેટ્સમેનોમાં સુકાની મિતાલી રાજ સાતમા સ્થાને આવી ગઈ છે જ્યારે હરમનપ્રીત કૌર 17 માં સ્થાને પહોંચી ગઈ છે.

બોલરોની રેન્કિંગમાં ઝુલન ગોસ્વામી, શિખા પાંડે અને પૂનમ યાદવ અનુક્રમે છઠ્ઠા, આઠમા અને નવમા ક્રમે છે. ઓલરાઉન્ડરોમાં દીપ્તિ શર્મા ત્રીજા સ્થાને છે જ્યારે શિખા પાંડે ટોપ ટેનમાં પહોંચી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.