ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીને કોણ જાણતું નથી. 2004 માં પાકિસ્તાન સામે રમાયેલી ધમાકેદાર ઇનિંગ્સ આજે પણ દરેકને યાદ જ છે. શોએબ અખ્તરની વિરુદ્ધ દુનિયાભરનાં બેટ્સમેન રમતા ડરતા હતા ત્યારે તેણે છેલ્લી ઓવરમાં શાનદાર છક્કો ફટકારી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. બાલાજીએ 2004-05 માં મોહાલીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાલાજીએ આ મેચની પ્રથમ ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
https://www.instagram.com/p/BHCS32CANrM/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો –Hotness / વેસ્ટઈન્ડિઝનાં ખેલાડીઓની પત્નીઓ છે ઘણી હોટ, જુઓ તેમના Photos
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ગયો છે, પરંતુ ઘણા ઓછા લોકો છે જેઓ તેની પત્ની વિશે જાણતા હશે. હંમેશા મેદાનમાં હસતી રહેતી બાલાજીની પત્ની ખૂબ જ સુંદર છે. તેની સુંદરતા કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. લગ્ન પહેલા બંને એકબીજાને પ્રેમ કરતા હતા. ચાલો જાણીએ બાલાજી ની સુંદર પત્ની વિશે…
https://www.instagram.com/reel/CRyoQREnaU4/?utm_source=ig_web_copy_link
ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીએ પ્રિયા થલૂર સાથે લગ્ન કર્યા છે. પ્રિયા મોડેલિંગની શોખીન છે, આ જ કારણ છે કે તે મોડેલિંગ કરી રહી છે. ખૂબ જ સુંદર દેખાતી પ્રિયાની સાદગીનાં બાલાજી દિવાના બની ગયા હતા. બંને એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા અને ઘણી મીટિંગ પછી પ્રેમમાં પડ્યા. ઘણા વર્ષોના અફેર બાદ બંનેએ 16 સપ્ટેમ્બર 2013 નાં રોજ લગ્ન કર્યા હતા. બંને પ્રથમ વખત 2009 માં મળ્યા હતા.
https://www.instagram.com/p/CFoEKILHQsM/?utm_source=ig_web_copy_link
ક્રિકેટ છોડ્યા બાદ બાલાજી હંમેશા લાઇમલાઇટથી દૂર રહ્યો છે. 2004 માં બાલાજીએ પાકિસ્તાન પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ તે તુરંત જ ચર્ચામાં આવી ગયો હતો. રાવલપિંડીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બાલાજીની બોલિંગે પાકિસ્તાની બેટ્સમેનોને દંગ કરી દીધા હતા. જોકે, બાલાજીની ક્રિકેટર કારકિર્દી મર્યાદિત રહી હતી.
https://www.instagram.com/p/B9j6NEhnMsx/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – ટોક્યો ઓલિમ્પિક્સ / આ 5 સુંદરીઓ પાસે Tokyo Olympic માં મેડલ જીતવાની રહેશે તક
બાલાજીએ 2003 માં ન્યુઝીલેન્ડ સામે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી. બાલાજીએ પોતાની કારકિર્દીમાં આઠ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 27 વિકેટ લીધી છે અને 1004 રન આપ્યા છે. બાલાજીનું ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન 76 માં પાંચ વિકેટ છે. બાલાજીએ વનડે કારકિર્દીમાં 30 મેચ રમી છે જેમાં તેણે 1344 રન આપીને 34 વિકેટ લીધી છે. શ્રેષ્ઠ પ્રદર્શન 48 રનમાં ચાર વિકેટ રહ્યું છે.
https://www.instagram.com/p/B08B0n1gEQF/?utm_source=ig_web_copy_link
લક્ષ્મીપતિ બાલાજી, જે હંમેશા મેદાનમાં હસતા રહે છે, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની તરફથી આઈપીએલ પણ રમી છે. બાલાજીએ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ હેટ્રિક પણ આપી હતી. આ પછી, તે કેકેઆરનાં બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2016 માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતુ.
