Not Set/ વેકસીન ન લેનાર વેપારી સામે ગુનો દાખલ, વેપારી આલમમાં ફફડાટ

પારસ પ્રોવિઝન  સ્ટોર નામની દુકાન સંચાલક પારસભાઈ મેઘરામજીભાઈ પ્રજાપતિએ રસીનો એક પણ ડોઝ લીધા વગર ધંધો ચાલુ રાખી માનવ જીદંગીને જાેખમમાં મુકી હોવાથી પોલીસે તેની વિરૂદ્ધ કલેકટરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

Top Stories Gujarat Others
delta vaccine વેકસીન ન લેનાર વેપારી સામે ગુનો દાખલ, વેપારી આલમમાં ફફડાટ

કંડલામાં વેક્સિનનો ડોઝ ન લેનારા વેપારી સામે ગુનો નોંધાયો છે. કંડલા મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પારસ પ્રોવિઝન  સ્ટોર નામની દુકાન સંચાલક પારસભાઈ મેઘરામજીભાઈ પ્રજાપતિએ રસીનો એક પણ ડોઝ લીધા વગર ધંધો ચાલુ રાખી માનવ જીદંગીને જાેખમમાં મુકી હોવાથી પોલીસે તેની વિરૂદ્ધ કલેકટરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

ત્યારે હવે વેક્સિન વગર ધંધો કરતા વેપારીઓએ હવે ચેતવાની જરૂર છે. વેક્સિન એ કોરોના સામે લડાઈ માટેનો અમોગ શસ્ત્ર છે. કોરોના બચવા માટે રામબાણ ઉપાય તરીકે રસી લેવી ફરજિયાત છે. સરકારી દવાખાનમાં નિઃશુલ્ક રસી પણ મળે છે. ત્યારે વેપારીઓએ સમય સૂચક વાપરી રસીના બંને ડોઝ લઈ લેવા હિતાવહ છે. અગાઉ માસ્ક ન પહેરતા અને સોશ્યિલ ડિસ્ટન્સ ન જાળવાતા લોકો વિરૂદ્ધ ફરિયાદ થતી હવે તો વેક્સિનનો ડોઝ ન લો તો પણ ફરિયાદ અને અટકાયતના પગલાં ભરવામાં આવ્યા છે ત્યારે વેપારીઓ હવે ચેતી જવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પણ વેપારીઓ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

ગોંડલ / ગુલ્ફીનો વ્યવસાય કરતા પિતા પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

જો કે હાલમાં અઠવાડિયામાં પાંચ દિવસ રસીકરણ કાર્યક્રમ  ચાલે છે. અને વિવિધ સેન્ટર ઉપર લાંબી લાઈનો જોવા મે છે તો કેટલાક સ્થળે હોસ્પિટલ દ્વારા ટોકન સીસ્ટમ પણ અપનાવવામાં આવી છે. વહેલી સવારે લાઈનમાં ઉભા રહી ટોકન લો અને પછી આપેલા સમય અનુસાર જઈને રસી મુકવી આવવી. આવી વૈકલ્પિક વ્યવસ્થા પણ કેટલીક સરકારી હોસ્પિટલ દ્વારા ઉભી કરવામાં આવી છે.