Not Set/ આંધ્રપ્રદેશ/ પુરુષ બની સગીર છોકરીઓનું શોષણ કરતી હતી આ મહિલા,ભાંડો ફૂટ્યો તો આવ્યો કરુણ અંજામ

આંધ્રપ્રદેશમાં શુક્રવારે પત્ની પર જાતીય શોષણના આરોપસર પોલીસ પૂછપરછ દરમિયાન એક યુવકે ત્રણ માળની બિલ્ડિંગમાંથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. મૃતકની પત્ની પર સેક્સ ટોયનો ઉપયોગ કરીને સગીર યુવતીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો. આ સંબંધમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તે ત્યારે જ જ્યારે તે ત્રણ માળની ઇમારત પરથી નીચે કુદીને આપઘાત કરી […]

Uncategorized
mahiar 1 આંધ્રપ્રદેશ/ પુરુષ બની સગીર છોકરીઓનું શોષણ કરતી હતી આ મહિલા,ભાંડો ફૂટ્યો તો આવ્યો કરુણ અંજામ

આંધ્રપ્રદેશમાં શુક્રવારે પત્ની પર જાતીય શોષણના આરોપસર પોલીસ પૂછપરછ દરમિયાન એક યુવકે ત્રણ માળની બિલ્ડિંગમાંથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. મૃતકની પત્ની પર સેક્સ ટોયનો ઉપયોગ કરીને સગીર યુવતીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો. આ સંબંધમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તે ત્યારે જ જ્યારે તે ત્રણ માળની ઇમારત પરથી નીચે કુદીને આપઘાત કરી લીધો.

પુરૂષો બનીને કરતી હતી સગીરઓનું શોષણ

મળતી માહિતી મુજબ 17 વર્ષની એક યુવતીએ પ્રકાસમ જિલ્લાની એસપી ઓફિસમાં ફરિયાદ કરી હતી કે કૃષ્ણ કિશોર રેડ્ડી નામના શખ્સે તેની સાથે જાતીય શોષણ કર્યું હતું. ત્યારબાદ એસપી સિદ્ધાર્થ કૌશલને આ કેસની તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે તેની તપાસમાં શોધી કાઢ્યું છે કે આરોપી કૃષ્ણ કિશોર ખરેખર પુરુષ નહિ પણ એક સ્ત્રી છે. તેણીએ તેના વાળ ટૂંકા કાપી નાખ્યા અને પુરુષનો વેશ ધારણ કરીને સગીર છોકરીઓનો જાતીય શોષણ કરતી હતી.

સેક્સ ટોયથી ભરેલી બેગ મળી આવી

ત્યારબાદ પોલીસે આ કેસને ધ્યાનમાં રાખીને ઓંગોલેના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. અહીં પોલીસ ટીમે સેક્સ ટોયથી ભરેલી મોટી બેગ મળી આવી હતી. આ દરમિયાન પોલીસ આરોપી મહિલાના પતિની પૂછપરછ કરી રહી હતી કે તે દોડીને ત્રીજા માળે ગયો અને ત્યાંથી કુદી પડ્યો. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે જણાવ્યું કે મૃતક આરોપી મહિલાનો ત્રીજો પતિ હતો.

પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો

ઓંગોલેના ડીએસપી બી રવિચંદ્રા જણાવ્યું હતું કે આરોપી મહિલાએ સગીર છોકરીઓ સાથે મિત્રતા કરી હતી. આ પાછી લાલચ આપી અથવા બળજબરીથી તેમને સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પોલીસે 32 વર્ષીય આરોપી મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.