Not Set/ ક્રાઈમ બ્રાંચે નકલી પોલીસને ઝડપી પાડ્યો,આરોપી વિરુદ્ધ નોંધાયા છે લૂંટના અનેક ગુનાઓ

અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈરાની ગેંગના એક સાગીરત સરતાજ હુસૈન સૌયદની મુંબઇ માંથી ધરપકડ કરી લીધી છે. આ ગેંગ ઈરાની ગેંગ તરીકે ઓળખાય છે અને ગેંગના સભ્યો દ્વારા ઈરાની અવરનાવર શહેરમાં પોલીસનો રોફ જમાવીને લોકો પાસેથી રૂપિયા પડવા લેતા હોવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધ્યા છે. તાજેતર માંજ નવરંગપુરા સીજી રોડ પાસેના આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની […]

Top Stories Ahmedabad Gujarat Trending
sad 2 ક્રાઈમ બ્રાંચે નકલી પોલીસને ઝડપી પાડ્યો,આરોપી વિરુદ્ધ નોંધાયા છે લૂંટના અનેક ગુનાઓ

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈરાની ગેંગના એક સાગીરત સરતાજ હુસૈન સૌયદની મુંબઇ માંથી ધરપકડ કરી લીધી છે. આ ગેંગ ઈરાની ગેંગ તરીકે ઓળખાય છે અને ગેંગના સભ્યો દ્વારા ઈરાની અવરનાવર શહેરમાં પોલીસનો રોફ જમાવીને લોકો પાસેથી રૂપિયા પડવા લેતા હોવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધ્યા છે.

તાજેતર માંજ નવરંગપુરા સીજી રોડ પાસેના આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની ખોટી ઓળખ આપીને તેની પાસેથી રૂપિયા બે લાખ પચાસ હજાર પડાવી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઈરાની ગેંગની કરતુત

– સુરતમાં આઈ.બી ના અધિકારીની ઓળખ આપીને 13 લાખના દાગીના સેરવી લીધા હતા.

-કલુપુર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહીને એક વ્યક્તિ ને લૂંટી લેવામાં આવ્યો હતો.

-ભરૂચમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું જણાવી બેગ ચેક કરવાના બહાને રૂપિયા 40,000લૂંટી લીધા.

-રાજકોટમાં સોની બજારમાં પોલીસ ની ઓળખાણ આપી થેલો ચેક કરવો પડશે કહી 21 લાખથી વધુને દાગીના પડાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે આ ગેંગ દ્વારા રાજ્ય બહાર પણ આજ પ્રકારના બનાવો અંજામ આપવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે આગામી સમયમાં આ પકડાયેલ આરોપીના રિમાન્ડ દરમ્યાન વધુ નવા ખુલાસા થાય તેવી શકયતાઓ સેવાઇ રહી છે. ત્યારે હાલ ગેંગના મોટા ભાગના સભ્યો પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.