ગુજરાત/ ક્રાઈમ બ્રાંચે પેરોલ પર 9 વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડ્યો, અપહરણ, લુંટ અને મડર્રની ફરિયાદ

સુરત ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા નવ વર્ષથી પેરોલ ફરારી કેદીને ઝડપી પાડ્યો છે, વર્ષ 1998માં કૈદી વિરુદ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, લુંટ વિથ મર્ડરની ફરિયાદ નોંધાઈ હતી. 

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 06T143928.419 ક્રાઈમ બ્રાંચે પેરોલ પર 9 વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડ્યો, અપહરણ, લુંટ અને મડર્રની ફરિયાદ

@ પૂજા નિષાદ

સુરત ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા નવ વર્ષથી પેરોલ ફરારી કેદીને ઝડપી પાડ્યો છે, વર્ષ 1998માં કૈદી વિરુદ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, લુંટ વિથ મર્ડરની ફરિયાદ નોંધાઈ હતી.

પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ વર્ષ 1998માં ટેક્સી ચલાવતો હતો. તેણે સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ યાદવ અને અતુલ બાજપાયને લઈને વડોદરા રવાના થયો હતો. પરંતુ ભરુચ વડોદરા વચ્ચે પથ્થરથી માર મારી મહંમદ રીયાઝનું ખૂન કરી લાશને ફેંકી દઈ ટેક્સીની લૂંટ ચલાવી હતી. નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ પોલીસે ઝડપી લીધો હતો. આ કેસમાં આજીવન કેદની સજા મળી હતી.

જો કે પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ લાજપોર જેલમાં કેદ હતો. આ દરમિયાન હાઈકોર્ટમાં સ્પેશિયલ એપ્લિકેશનથી 14 દિવસના પેરોલ માંગ્યા હતાં. રાજુને 14 એપ્રીલે હાજર થવાનું હતું. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ઉત્તરપ્રદેશના અલગ અલગ શહેરમાં નાસતો ફરતો અને છૂટક મજૂરી કરતો હતો. રાજુનો દીકરો નોઈડમાં બેંકમાં નોકરી કરે છે. જેથી રાજુ પણ ત્યાં શિફ્ટ થઈ ગયો અને ડ્રાઈવિંગનું કામ કરવા લાગ્યો હતો. જો કે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઝડપી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ કરી તોડ