Ahmedabad News: અમદાવાદમાં બેંક ઓફ બરોડાની ગીરો લોન નહીં ચૂકવનારા હેલિયોસ ટ્યુબ એલાઈસ પ્રાઈવેટ લિમિટેડના (Hellios Tubealloys Pvt. Ltd.) ડિરેક્ટરોની 29.67 કરોડની લોન નહીં ચૂકવતા 19.37 કરોડની મિલકત ઈડીએ ટાંચમાં લીધી છે. મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ કંપનીના માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બેંક ઓફ બરોડના અધિકારીએ નવેમ્બર, 2019માં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચમાંથી કંપનીના માલિકો શાંતિલાલ સંઘવી અને મહેશ સંઘવીએ જુદી જુદી ક્રેડિટ ફેસીલીટી મેળવીને 29.67 કરોડની લોન મેળવી હતી. પરંતુ સમયસર લોનના હપ્તા ચૂકવ્યા નહોતા. એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, જુદી જુદી રીતે કંપનીએ ક્રેડિટ ફેસીલીટીના આધારે લોન લીધી હતી અને મે, 2013 થી લોનના હપ્તા શરૂ થયા હતા. દરમિયાન કંપનીએ ચાલુ ખાતુ એચડીએફસી બેંક, યસ બેંક, એક્સિસ બેંકમાં ખોલાવ્યું હતુ. જેથી બેંકના અધિકારીઓએ ઓડિટ રિપોર્ટ સાથે સીબીઆઈને ફરિયાદ કરી હતી.
આ અંગે સીબીઆઈએ ત્રણ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ સીબીઆઈએ અમદાવાદમાં એક લક્ઝુરિયસ ફ્લેટ અને રાજુલામાં કોર્મશિયલ જમીન કુલ મળીને રૂપિયા 19.37 કરોડની મિલકત ટાંચમાં લીધી છે. જેમાં શાંતિલાલ સંઘવી અને મહેશ સંઘવીના ડફનાળા રોડ શાહીબાગ વિસ્તારમાં આવેલા વસંત વિહાર બંગલોમાં તપાસ કરી હતી. બેંકની લોન નાણા મેળવીને અન્ય સહભાગી કંપનીઓમાં પૈસા ડાયવર્ટ કર્યા હતા, મિલકતો ખરીદી હતી વગેરેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ સીબીઆઈની તપાસમાં મુંબઈમાં આવેલો એક ફ્લેટ મોર્ગેજ કર્યો હોવાનો ખુલાસો થયો છે. બેંક ઓફ બરોડાએ હરાજી અને અન્ય રીતે રૂપિયા 5.64 કરોડની લોન રિકવર કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી
આ પણ વાંચો:2,800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં EDનાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, મોટી રકમ બહાર મોકલાઈ
આ પણ વાંચો:મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફારુક અબ્દુલ્લાને સમન્સ મોકલાયું
