Surat News: સુરત(Surat)માં AAP નેતા વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધતા ચકચાર મચી ગઈ છે. સિંગણપોર (Singanpor) સ્થિત પ્રિન્સ હેવન એપાર્ટમેન્ટમાં પાર્કિંગની માથાકૂટ થતાં આપ નેતા યોગેશ જાદવાણી સામે ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ સિંગણપોરમાં આવેલા પ્રિન્સ હેવન એપાર્ટમેન્ટમાં MLAની પુત્રી, સંબંધીને વધુ પાર્કિંગ સ્પેસ અપાયાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. MLA વિનુ મોરડીયાની પુત્રી એપાર્ટમેન્ટના D બિલ્ડીંગમાં રહે છે. D વિંગમાં પાર્કિંગમાં ડબલ સ્પેસા વિવાદ મામલ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. બાદમાં AAP નેતાએ અન્ય સભ્યોને સાથે રાખી બિલ્ડરને નોટિસ ફટકારી હતી. નોટિસ ફટકાર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં સોસાયટીના મુદ્દાએ હવે રાજકીય રંગ પકડયાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. D વિંગના પાર્કિંગ મામલે બિલ્ડીંગના પ્રમુખ દ્વારા આ વાત ખોટી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી આ પાર્કિંગ ચાલી રહ્યું છે, તો હવે 5 વર્ષ બાદ મુદ્દો ઉકેલવાની શું જરૂર છે.
આ પણ વાંચો:સુરતની શાળાઓમાં RTE પ્રવેશ હેઠળ ખોટી આવકવાળા વાલીઓ સામે કાર્યવાહી થશે
આ પણ વાંચો:સુરતમાં S.T. બસના ડ્રાઈવરને મહિલાએ તમાચો માર્યો, વીડિયો વાયરલ
આ પણ વાંચો:સુરતમાં રાંદેર પોલીસે 5 વર્ષના બાળકનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન