Instagram/ ઈન્સ્ટાગ્રામ પર છવાયો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બન્યો 50 કરોડ ફોલોવર્સ ધરાવતો પ્રથમ વ્યક્તિ

ટેલિવિઝન વ્યક્તિત્વ ધરાવતી કાઈલી જેનર 346 મિલિયન ફોલોઅર્સ સાથે ટોપ ટેનની યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સેલેના ગોમેઝ અને ડ્વેન ધ રોક જોન્સન ચોથા અને પાંચમા સ્થાને…

Trending Sports
Cristiano Ronaldo Instagram

Cristiano Ronaldo Instagram: પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર રેકોર્ડ બનાવ્યો છે. રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર 500 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બની ગયો છે. રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કરતા લગભગ બમણી છે. સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી બીજા ક્રમે છે કારણ કે તેના ઈન્સ્ટાગ્રામ પર 376 મિલિયન છે. રોનાલ્ડોના ટ્વિટર પર પણ 105 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

ટેલિવિઝન વ્યક્તિત્વ ધરાવતી કાઈલી જેનર 346 મિલિયન ફોલોઅર્સ સાથે ટોપ ટેનની યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સેલેના ગોમેઝ અને ડ્વેન ધ રોક જોન્સન ચોથા અને પાંચમા સ્થાને છે. વિરાટ કોહલી 203 મિલિયન ફોલોઅર્સ સાથે આ યાદીમાં સાતમા સ્થાને છે. શનિવારે, રોનાલ્ડો અને લિયોનેલ મેસીએ ચેસબોર્ડ પર એક સાથે પોઝ આપ્યો અને તરત જ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. રોનાલ્ડોની ટ્વિટર પોસ્ટને 3.6 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. આ અંગે વિરાટ કોહલીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, ‘શું તસવીર છે’.

રોનાલ્ડોએ સોમવારે કહ્યું હતું કે માન્ચેસ્ટર યુનાઇટેડ સાથેનો તેમનો વિવાદ કતારમાં યોજાનાર વર્લ્ડ કપમાં પોર્ટુગલની ટીમને પ્રતિકૂળ અસર કરશે નહીં. સુપરસ્ટાર રોનાલ્ડોએ ગયા અઠવાડિયે એક ટીવી ઇન્ટરવ્યુમાં તેની ક્લબ અને યુનાઇટેડના કોચ એરિક ટેન હાગ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: Maharashtra/ગઠબંધનને બચાવવા નીતિન ગડકરીએ શિવાજી સાથેની સરખામણી પર મૌન