crocodile hunting/ મગરને જોઈને તમારા મોતીયા મરી જાય છે, તો આ વિડીયો જુઓ

સામાન્ય માણસોના મોતીયા તો મગર જોઈને જ મરી જાય છે. મગરને જોઈને પણ ડર લાગી જાય છે. તેમા પણ જો નદીના પટમાં કે પાણીમાં મગર હોય તો ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. બહાદુરમાં બહાદુર માણસ મગરથી ડરી જાય છે. મગરના જડબામાં જે પણ ફસાયો તે ગયો જ સમજજો.

Top Stories Ajab Gajab News
Crocodile hunter મગરને જોઈને તમારા મોતીયા મરી જાય છે, તો આ વિડીયો જુઓ

Crocodile hunter: સામાન્ય માણસોના મોતીયા તો મગર જોઈને જ મરી જાય છે. મગરને જોઈને પણ ડર લાગી જાય છે. તેમા પણ જો નદીના પટમાં કે પાણીમાં મગર હોય તો ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. બહાદુરમાં બહાદુર માણસ મગરથી ડરી જાય છે. મગરના જડબામાં જે પણ ફસાયો તે ગયો જ સમજજો.

પણ આ બધી જ વાતોને ખોટી પાડતો બનાવ બહાર આવ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવેલી એક વિચિત્ર ઇન્સ્ટાગ્રામ રીલમાં, એક માણસ (Crocodile hunter) માત્ર લાકડી વડે મગરોને ભગાડતો જોવા મળે છે. આ માનવું ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ આ ચોંકાવનારું દ્રશ્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્યચકિત કરી દે છે.

આ પણ વાંચોઃ Sania Mirza Retirement/ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા નિવૃત્તિ લેશે

Crocodile hunter “મગર માણસથી ડરે છે,” ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જુઓ.  વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ લાકડીની મદદથી મગરોને પાણીમાં પાછા ફરવા માટે સૂચના આપી રહ્યો છે. આ વિડીયોની બીજી રસપ્રદ વાત એ છે કે મગરમાંથી કોઈ પણ માણસ તરફ જવાનો પ્રયાસ કરતું નથી પરંતુ જ્યારે માણસ લાકડી તેને મારે છે ત્યારે મગર આજ્ઞાકારી રીતે પાણીમાં પાછો ફરે છે.

https://www.instagram.com/reel/CjwwvttMYQi/?utm_source=ig_web_button_share_sheet

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી આ રીલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને ઘણા યુઝર્સે મગરો સાથેના( Crocodile hunter) દુર્વ્યવહાર કરવા બદલ માણસને ફટકાર લગાવી હતી. એક યુઝરે ટિપ્પણી કરી, “માણસ જે રીતે વિચારે છે કે તેને દરેક વસ્તુ પર આધિપત્ય મેળવવાનો અધિકાર છે તે દુઃખદાયક છે.” બીજાએ ટિપ્પણી કરી, “તમે બધા આ પ્રાણીઓ સાથે ખૂબ હિંમત કરો છો.” ત્રીજા યુઝરે લખ્યું કે તે મગરનું ફાર્મ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં લાગેલી આગમાં યુવતીનું મોત

આ વિડીયો જાણે કોઈ ક્રોકોડાઇલ ફાર્મનો હોવાનું જણાય છે. મગરનું ફાર્મ ચલાવવા પાછળનો વિચાર મગરના માંસ તેમજ ચામડામાંથી અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે તેમનો સંવર્ધન અને ઉછેર કરવાનો છે.

ગયા વર્ષે આવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાનો એક પબ માલિક ફ્રાઈંગ પાન વડે મગર સાથે લડતો જોવા મળ્યો હતો. મગર તેના ખુલ્લા જડબાં વડે તેના પર ત્રાટકવા જતો હતો પરંતુ તે માણસે તેના ફ્રાઈંગ પેન વડે સખત લડાઈ લડી.

ગુજરાતના સીએમને એબીવીપીના સીએમ બનાવી દીધાઃ એબીવીપીના કાર્યાલય મંત્રીનું પરાક્રમ

હર કુત્તે કા એક દિન આતા હૈ, જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 4,100 કરોડની સંપત્તિનો માલિક

એરપોર્ટ પરના સ્વીપરની ઇમાનદારીઃ સોનાના મળેલા છ બિસ્કિટ પરત કર્યા