Not Set/ ગુજરાતમાં વિકાસનો નહિ ક્રાઇમનો રેટ ઉંચો, ગુજરાત આવેલા મનિષ સિસોદિયાનો આરોપ

અમદાવાદઃ પાટીદારોને આમ આદમી પાર્ટી તરફ વાળવા માટે આપના નેતા મનિષ સિસોદિયા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી માંડવીમાં બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવેલી પાટીદાર મહિલના ઘરે મુલાકાત લીધી હતી. આ મામલે મહિલાને ન્યાય મળે એટલા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પાસે સીબીઆઇ તપાસની માગ કરી હતી. મનિષ સિસોદિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, […]

Gujarat

અમદાવાદઃ પાટીદારોને આમ આદમી પાર્ટી તરફ વાળવા માટે આપના નેતા મનિષ સિસોદિયા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી માંડવીમાં બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવેલી પાટીદાર મહિલના ઘરે મુલાકાત લીધી હતી.

આ મામલે મહિલાને ન્યાય મળે એટલા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પાસે સીબીઆઇ તપાસની માગ કરી હતી. મનિષ સિસોદિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનો નહિ ક્રાઇમનો રેટ વધી રહ્યો છે.

આગામી વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણાં પ્રવેશ કરવા જઇ રહી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય નેતા સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉનાકાંડી વખતે દલિતોને પોતાના તરફ આકર્ષવા માટે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તો હાલમાં માંડવીમાં એક પાટીદાર મહિલા સાથે બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.