નવી દિલ્હીઃ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાવાને કારણે 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત દાના આવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ચક્રવાતી તોફાનના કારણે આગામી 48 કલાક ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે છે. હવામાન વિભાગ અને સ્થાનિક અધિકારીઓએ માછીમારોને સોમવાર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. તેમજ દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરી હતી. મંગળવારે તોફાન સક્રિય થશે IMD અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
મંગળવાર સવારથી તેની ઝડપ વધશે. બુધવાર 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું વિકસિત થશે. ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહેલું ચક્રવાતી તોફાન 24 ઓક્ટોબર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.
ભારે વરસાદ
હવામાન વિભાગે 24-25 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 20 સેમી વરસાદની આગાહી કરી છે. વરસાદની ઝડપ 20 થી 30 સેમી વધી શકે છે. વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ 30 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. ચક્રવાત દાનાના કારણે કટક, નયાગઢ, કંધમાલ અને ગજપતિમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનાપુર, પશ્ચિમ મદિનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 23 થી 24 ઓક્ટોબર દરમિયાન કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં ભારે વરસાદની સંભાવના છે. આમ આગામી 48 કલાક દેશના બે રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે ભારે છે. પશ્ચિમ બંગાળમાં જો કે દરિયાકિનારના વિસ્તારોમાં વધારો અસર થશે, અંદરના વિસ્તારોમાં વિશેષ અસર નહીં થાય.
આ પણ વાંચો: પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ફગાવી, બળાત્કાર અને જાતીય સતામણી કેસમાં આરોપી
આ પણ વાંચો: મદરેસાઓને સરકારી ભંડોળ મળતું રહેશે, સુપ્રીમ કોર્ટે NCPCRની ભલામણ પર મૂક્યો પ્રતિબંધ
આ પણ વાંચો: PM મોદીની ડિગ્રી કેસમાં અરવિંદ કેજરીવાલને પણ SC તરફથી ઝટકો