Not Set/ મહારાષ્ટ્ર કોરોનાના ભરડામાં, એક જ દિવસમાં સૌથી વધુ કેસ,નાગપુરમાં આજથી 21 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન

દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધવા માંડ્યા છે. માર્ચ મહિનો શરૂ થતાંની સાથે જ કોરોના કેસ રેકોર્ડ પર નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા

India
nagpur corona lockdown 1 મહારાષ્ટ્ર કોરોનાના ભરડામાં, એક જ દિવસમાં સૌથી વધુ કેસ,નાગપુરમાં આજથી 21 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન

દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધવા માંડ્યા છે. માર્ચ મહિનો શરૂ થતાંની સાથે જ કોરોના કેસ રેકોર્ડ પર નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા નાગપુરમાં આજથી એક સપ્તાહનો સંપૂર્ણ લોકડાઉન થશે. છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં કોરોનાના 16,620 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ છે.

nagpur corona lockdown 2 મહારાષ્ટ્ર કોરોનાના ભરડામાં, એક જ દિવસમાં સૌથી વધુ કેસ,નાગપુરમાં આજથી 21 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન

 

રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23 લાખ 14 હજાર થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે 50 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં રોગચાળાથી મૃત્યુઆંક વધીને 52,861 પર પહોંચી ગયો છે.

Maharashtra government announces week-long lockdown in Amravati amid rising COVID-19 cases - The Economic Times

 

આજથી 21 માર્ચ સુધી નાગપુરમાં લોકડાઉન

કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આજથી નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન લોકોને ઘરોની બહાર જવા દેવાશે નહીં, જોકે આવશ્યક સેવાઓ માટેની દુકાનો ખુલ્લી રહેશે. લોકડાઉન દરમિયાન ખાનગી ઓફિસો પણ બંધ રહેશે જ્યારે સરકારી કચેરીઓમાં 25 ટકા કર્મચારી રહેશે. દારૂનું વેચાણ ફક્ત ઓનલાઇન થશે.

Maharashtra COVID-19: Complete lockdown gets imposed in Aurangabad on weekends

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…