Not Set/ UPમાં બાળકો પર અજાણ્યા તાવનો ખતરો, 12 કલાકમાં 7 બાળકોના મોત

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં અજાણ્યા તાવનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં 7 બાળકોના મૃત્યુ થયા છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં કોરોના બાદ અજાણ્યા તાવના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે.  જિલ્લામાં આ અજાણ્યા તાવથી 15 દિવસની અંદર 52 લોકોના મોત થઈ ગયા છે. તો 12 કલાકમાં 7 બાળકના મોત થઈ ગયા છે.  તેમજ હાલમાં 240 બાળકો […]

Top Stories India Trending
અજાણ્યા તાવનો કહેર

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં અજાણ્યા તાવનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં 7 બાળકોના મૃત્યુ થયા છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં કોરોના બાદ અજાણ્યા તાવના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે.  જિલ્લામાં આ અજાણ્યા તાવથી 15 દિવસની અંદર 52 લોકોના મોત થઈ ગયા છે. તો 12 કલાકમાં 7 બાળકના મોત થઈ ગયા છે.  તેમજ હાલમાં 240 બાળકો હોસ્પિટલમાં દાખલ છે. મોટાભાગના બાળકોને ઉલટી અને ડાયરિયાની ફરિયાદ  છે. ત્યારે આ અજાણ્યા તાવમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા લક્ષણો પણ દેખાઈ આવે છે.

અજાણ્યા તાવનો કહેર

  • જીવલેણ છે અજાણ્યો તાવ
  • કોરોના બાદ અજાણ્યા તાવનો કહેર
  • 12 કલાકમાં 7 બાળકોના મૃત્યુ
  • 240 બાળકો હોસ્પિટલમાં દાખલ
  • દર્દીઓની સંખ્યામાં સતત વધારો

હાલ દર્દીઓની વધતી સંખ્યાના કારણે હોસ્પિટલની સ્થિતિ સતત બગડી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની ટીમે પણ મૃતક અને બીમાર બાળકોના સેમ્પલ લીધા હતા. જોકે અત્યાર સુધીના રિપોર્ટમાં એક પણ કોરોનાનો કેસ મળ્યો નથી.ફિરોઝાબાદ જિલ્લા હોસ્પિટલની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. અહીં દર કલાકે 8થી 10 બીમાર બાળકોને દાખલ કરવામાં આવી રહ્યાં છે. તેનાથી બેડની અછત થવા લાગી છે.

આ તાવમાં સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે.  બાળકોને તાવ આવે છે. નબળાઈ અનુભવાય છે. લોકો સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવે છે. જોકે એક કે બે દિવસમાં મૃત્યુ થઈ જાય છે. 10 દિવસની અંદર આ કોલોનીમાંથી 7 બાળકોના મૃત્યુ થયા છે.

ચોથી ટેસ્ટ / ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ભારત પ્રથમ દાવમાં 191 રન પર ઓલઆઉટ

વાયુ પ્રદુષણનો ખતરો / ભારતમાં વાયુ પ્રદુષણનું સ્તર પાકિસ્તાન કરતા પણ ખરાબ