australian open/ ડેનિલ મેદવેદેવે બે સેટ હાર્યા બાદ જર્મનના એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને ફાઇનલમાં પહોંચ્યો

.ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં ડેનિલ મેદવેદેવે શાનદાર રમત રમીને મેચ જીતી હતી,તેણે જર્મનના એલેક્ઝાન્ડર ઝવેરેવ 5-7, 3-6, 7-6 7-4, 7-6 ,7-5, 6-3થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી છે

Top Stories Sports

ડેનિલ મેદવેદેવે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની સેમીફાઈનલમાં અકલ્પનીય પુનરાગમન કર્યું. તેણે બે સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી અને મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં ડેનિલ મેદવેદેવે શાનદાર રમત રમીને મેચ જીતી હતી,તેણે જર્મનના એલેક્ઝાન્ડર ઝવેરેવ 5-7, 3-6, 7-6 7-4, 7-6 ,7-5, 6-3થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી છે. સેમિફાઇનલમી રોમાંચક મેચમાં પહેલા બે સેટ હાર્યા બાદ અકલ્પનીય રીતે રમતમાં પકડ બનાવીને જર્મનના એલેકઝાન્ડર ઝવેરેવને ચાર કલાક ચાલેલી મેચમાં હરાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે બે સેટ હારી ગયા બાદ ઐતિહારસિક વાપસી કરીને સેમિફાઇનલ જીતી હતી. હવે ફાઇનલમાં ડેનિલ મેદવેદેવેનો મુકાબલો ઇટાલીના જેનિક સિનર સાથે થશે.ફાઇનલ મેચ પણ રસપ્રદ બની રહેશે. બીજી સેમિફાઇનલમાં ઇટાલીના જેનિક સિનરે ટેનિસના દિગ્ગજ એને 10 વખત ચેમ્પિયન રહેનાર નોવાક જોકોવિચને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે નોવાક જોકોવિચને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો હતો. હવે ફાઇનલ મુકાબલો જોવા પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવાઇ રહ્યો છે.