ઓસ્ટ્રેલિયનાં તોફાની બેટ્સમેન ડેવિડ વોર્નર માત્ર ક્રિકેટનાં મેદાનમાં જ નહી પણ સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચામાં બન્યા રહે છે. જી હા, તેઓ ખાસ કરીને ભારતીય ફિલ્મોનાં ફેન હોય તેવુ તેમના વીડિયોને જોઇને સ્પષ્ટપણે સમજી શકાય છે. હવે તેમણે એકવાર ફરી ભારતીય ફિલ્મનાં એક સીનની એક્ટિંગ કરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.
આ પણ વાંચો – Covid-19 / Omicron નું નવુ લક્ષણ શરીરનાં આ ભાગને કરી શકે છે નુકસાન, ટેસ્ટિંગમાં રિપોર્ટ આવી શકે છે નેગેટિવ
ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર ફિલ્મ પુષ્પાનાં સિગ્નેચર સ્ટેપનો એક વીડિયો શેર કર્યો છે. ફિલ્મનું આ સ્ટેપ પ્રખ્યાત ગીત શ્રીવલ્લીનું છે. વોર્નરનાં આ ડાન્સને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ક્રિકેટરે આ વીડિયો ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેણે તેની સાથે કેપ્શનમાં લખ્યું, #પુષ્પા આગળ શું? વોર્નરનાં આ રસપ્રદ વીડિયો પર ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન અને તેની પત્ની કેન્ડિસે પણ પ્રતિક્રિયા આપી છે. આ પોસ્ટ પર ટિપ્પણી કરતા અલ્લુ અર્જુને હસતા ઈમોજીની સાથે બીજા ઘણા ઈમોજીસ શેર કર્યા છે. તેવી જ રીતે, ક્રિકેટરની પત્નીએ પણ આગ લગાડનાર ઇમોજી સાથે પોસ્ટ પર ટિપ્પણી કરી છે. ડેવિડ વોર્નરનો આ વીડિયો તેના અને અલ્લુ અર્જુનનાં ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ પર એકથી વધુ રસપ્રદ કોમેન્ટ પણ આવી રહી છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા એક ચાહકે લખ્યું, “ડેવિડ ભાઈ તમે ફિલ્મોમાં હાથ કેમ નથી અજમાવતા.” એક યુઝરે લખ્યું, “ડેવિડ વોર્નર ટૂંક સમયમાં ભારતીય ફિલ્મોમાં દેખાઈ શકે છે.” અન્ય એક યુઝરે લખ્યું, “વાહ ડેવિડ કમાલ કર દિયા આપને તો.” એક યુઝરે લખ્યું, “પુષ્પા ફિલ્મનું સામી ગીત પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે, તમારી પત્ની સાથે ટ્રાય કરો.”
https://www.instagram.com/reel/CY_KjWaJ-fh/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકા સામે ખરાબ પ્રદર્શન બાદ ભુવનેશ્વર કુમારની બોલિંગ પર ઉઠ્યા સવાલ
સાઉથ ઈન્ડિયન સિનેમાનાં સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ઘણી હિટ રહી છે. ફિલ્મને દરેક ભાષામાં પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ તેલુગુ બાદ હિન્દી ભાષામાં ડબ કરવામાં આવી હતી. હિન્દી ભાષી રાજ્યોમાં પણ ફિલ્મે રેકોર્ડ કલેક્શન કર્યું હતું. ફિલ્મનાં બે ગીતો ખૂબ ફેમસ થઈ રહ્યા છે, એક સામી અને બીજું શ્રીવલ્લી. આ બંને ગીતો સતત ટોપ ટ્રેન્ડિંગમાં છે.
