Not Set/ T- 20 વર્લ્ડ કપ હવે ભારત નહીં પણ યુએઈમાં યોજાશે

T -20 વર્લ્ડ કપ ભારતમાં નહીં યોજવામાં આવે જે હવે  UAE માં  યોજવામાં આવશે.

Sports

BCCI  દ્વારા  જાહેરાત  કરાઈ જે  અંતર્ગત કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર T -20 વર્લ્ડ કપ ભારતમાં નહીં યોજવામાં આવે.  જે હવે  UAE માં  યોજવામાં આવશે. આ અંગે ICC ને પણ જાણ કરવામાં આવશે. થોડા સમય પહેલા ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે BCCI ના સચિન જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે આજે અમે  ICC ને જાણ કરીશું કે અમે T- 20 વર્લ્ડ કપને યુએઈમાં  સ્થળાતર કરવામાં આવી   રહ્યું છે . જો કે તેની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ તેની સત્તાવાર ઘોષણા હજી બાકી છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે T- ​​20 વર્લ્ડ કપ ભારતમાં નહીં પરંતુ  UAE માં યોજાશે. વર્લ્ડ કપ ભારતમાં યોજાશે નહીં. BCCI ની સત્તાવાર ઘોષણા હજી બાકી હતી, જે  આજે કરવામાં આવી .

માત્ર બે દિવસ પહેલા જ બીસીસીઆઈ સચિન જય શાહે કહ્યું હતું કે દેશમાં કોવિડની સ્થિતિને કારણે અમે ભારતમાં યોજાનારા T- 20 વર્લ્ડ કપ 2021 ને યુએઈ ખસેડી શકીએ છીએ. તેમણે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સલામતી આપણા માટે સૌથી ઉપર છે અને અમે ટૂંક સમયમાં જ તેના પર અંતિમ નિર્ણય લઈશું. એટલે કે, તે લગભગ સ્પષ્ટ હતું કે વર્લ્ડ કપ ઇવેન્ટ ભારતમાં યોજાશે નહીં.