ટીવી એક્ટર પર્લ વી પુરીને 4 જૂને મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. વાલીવ પોલીસ સ્ટેશન વસાઇ-વિરાર દ્વારા પોકસો એક્ટ હેઠળ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. પર્લ સામે સગીર યુવતી પર બળાત્કાર ગુજારવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અભિનેતાને છેલ્લે 15 જૂનના રોજ વસાઈ કોર્ટે તેની અગાઉની જામીન અરજી નામંજૂર કર્યા બાદ તેને જામીન આપી દીધા હતા. તેની ધરપકડ પછી પહેલીવાર અભિનેતાએ આખા મામલા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ મામલે એક પોસ્ટ શેર કરી છે.
પર્લે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘જીવન પોતાની રીતે લોકોની પરીક્ષા લે છે. કેટલાંક મહિનાઓ પહેલાં મેં નાનીમાને ગુમાવ્યા. તેમના અવસાનના 17 દિવસ પછી પપ્પાને ખોયા. પછી ખબર પડી કે માતાને કેન્સર છે. ત્યારબાદ આ ખૌફનાક આક્ષેપ. છેલ્લાં થોડાં અઠવાડિયા મારા માટે ડરામણા સપનાથી સહેજ પણ ઓછા રહ્યાં નથી. એક જ રાત્રે મને અપરાધી જેવું મહેસૂસ કરવા માટે મજબૂર કર્યો. આ બધું જ માતાની કેન્સરની સારવારની વચ્ચે, આ બધાને કારણે મને ઘણી જ અસલામતી અનુભવવા લાગી…હું લાચાર બની ગયો.’
https://www.instagram.com/p/CQp2_wRMlwK/?utm_source=ig_web_copy_link
વધુમાં પર્લે કહ્યું હતું, ‘હું હજી પણ કંઈ બોલી શકવા માટે સમર્થ નથી, પરંતુ પછી મારા મિત્રો, ચાહકો તથા શુભેચ્છકોનો સંપર્ક કરવાનું વિચાર્યું, તેમણે મને પ્રેમ આપ્યો, સાથ આપ્યો અને મારી ચિંતા કરી. મારામાં વિશ્વાસ રાખવા બાદલ આભાર. હું સત્યમેવ જયતેમાં વિશ્વાસ ધરાવું છું. મને કાયદા પર, દેશના ન્યાયતંત્ર તથા ભગવાન પર વિશ્વાસ છે. પ્લીઝ દુઆ કરતાં રહેજો.’
આ પણ વાંચો :અનુપમા ના સેટ પર પુત્રવધૂને સરપ્રાઈઝ આપવા પહોંચ્યા મિથુન ચક્રવર્તી, શું તમે જાણો છો તે કોણ છે?
અભિનેતાની ધરપકડ પછી, એકતા કપૂર, નિયા શર્મા, અલી ગોની, સુરભી જ્યોતિ, કરિશ્મા તન્ના, દિવ્યા ખોસલા કુમાર સહિત અનેક હસ્તીઓ પર્લ વી પુરીના સમર્થનમાં આગળ આવી હતી. બધા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પર્લ માટે ન્યાયની માંગ કરી હતી. દિવ્યા ખોસલા કુમારે પણ ઘણી પોસ્ટ કરી હતી અને આખા મામલાને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
આ પણ વાંચો :યામી ગૈાતમ માંગમાં સિદૂંર અને લીલી સાડીમાં જોવા મળી,તસવીરો વાયરલ
આ પણ વાંચો :KRK એ હવે કંગના સાથે લીધો પંગો, ગણાવી એક્ટ્રેસની ફિલ્મો ફ્લોપ
