ઓપનર ડિઆન્ડ્રા ડોટિને વેસ્ટ ઈન્ડિઝની મહિલા વનડે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. જોહાનિસબર્ગનાં ધ વેન્ડ્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ડોટિને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે મેચમાં 150 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Brilliant partnership by @Dottin_5 and @MyNameIs_Hayley! 🔥
This is the HIGHEST 3rd wicket partnership for WI Women in ODIs and the 9th highest overall 👏🏽
Also…guess who was at the other end when Dottin scored the 💯 in Karachi? Yep…Hayley! #MaroonMagic #MaroonWarriors pic.twitter.com/TvDaUvoVPa
— Windies Cricket (@windiescricket) January 28, 2022
આ પણ વાંચો – PSL 2022 / શોએબ મલિકની ધમાકેદાર બેટિંગનાં દમ પર Peshawar Zalmi એ 5 વિકેટે જીતી મેચ
વળી આ દરમિયાન ડોટિને 158 બોલનો સામનો કર્યો, જેમાં તેણે 18 ચોક્કા અને 4 છક્કા ફટકાર્યા હતા. વરસાદનાં કારણે મેચનું કોઈ પરિણામ આવ્યું ન હોતું. પરંતુ ડોટિને પોતાની બેટિંગથી વેસ્ટ ઈન્ડિઝ વનડે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ડોટિનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝની મહિલા ODI ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર છે. આ મામલામાં સ્ટેફની ટેલર હજુ પણ નંબર વન પર છે. સ્ટેફનીએ શ્રીલંકા સામે 171 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ODI ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ડોટિનની વિસ્ફોટક ઇનિંગ જોઈને એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકાનો કોઈ બોલર તેને આઉટ કરી શકશે નહીં અને માત્ર વરસાદ જ ડોટિનની આક્રમક ઇનિંગને રોકી શકશે. અને થયુ પણ કઇંક એવું જ. ડોટિને હેલી મેથ્યુસ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 200 બોલમાં 186 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટમાં ત્રીજી વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. વળી, મહિલા વનડે ક્રિકેટમાં ત્રીજી વિકેટ માટે આ એકંદરે નવમી મોટી ભાગીદારી છે. મેથ્યુઝે 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 63 બોલનો સામનો કર્યો અને 4 બોલ બાઉન્ડ્રી પાર કર્યા હતા.
And that's a wrap!🤝🏽
Well done to the #MaroonWarriors who were stellar with both the bat and ball!🌴🏏
3 more ODIs to go 🙌🏽#SAWvWIW pic.twitter.com/7oSlYLfyKP
— Windies Cricket (@windiescricket) January 28, 2022
આ પણ વાંચો – U19 World Cup / બાંગ્લાદેશ સામેનાં મુકાબલામાં ભારત પાસે આજે હિસાબ બરાબર કરવાની તક
30 વર્ષીય ડોટિનની વનડેમાં આ ત્રીજી સદી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે આ તેની બીજી વનડે સદી છે. તેની સદીની ઇનિંગ્સનાં આધારે વેસ્ટ ઇન્ડિઝે 45.3 ઓવરમાં ત્રણ વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 17.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 87 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી વરસાદનાં કારણે તે રદ કરવું પડ્યું હતું.
