IPL 2021/ RCB એ થોડા રન વધારે કર્યા હોત તો ચહલ બની શકતો KKR માટે મોટી દિવાલ

KKR સામે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રોમાંચક પરાજય થયો હતો. પહેલા રમતા RCB સાત વિકેટે 138 રન જ બનાવી શકી હતી. કેપ્ટન કોહલીએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા.

Sports
યુઝવેન્દ્ર ચહલ

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે KKR સામે એલિમિનેટર મેચમાં દિગ્ગજ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલનાં પ્રદર્શન પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જો KKR સામેની આ મેચ અંતિમ ઓવર સુધી ચાલી તો તેનો સૌથી વધુ શ્રેય યુઝવેન્દ્ર ચહલને જાય છે જેમણે જબરદસ્ત બોલિંગ કરી હતી.

યુઝવેન્દ્ર ચહલ

આ પણ વાંચો – IPL 2021 / એવુ તે શું બન્યુ કે વિરાટ કોહલી એમ્પાયર પર ગરમ થયો? જુઓ Video

KKR સામે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રોમાંચક પરાજય થયો હતો. પહેલા રમતા RCB સાત વિકેટે 138 રન જ બનાવી શકી હતી. કેપ્ટન કોહલીએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જવાબમાં, KKR એ લક્ષ્યાંક 19.4 ઓવરમાં છ વિકેટનાં નુકસાને હાંસલ કરી લીધો હતો. આ રીતે બીજી સીઝન RCB ટાઇટલ જીત્યા વિના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. KKR એ રન ચેઝ દરમિયાન સારી શરૂઆત કરી અને પાવરપ્લેમાં ઝડપી રન બનાવ્યા હતા. જોકે, મધ્યની ઓવરોમાં વિકેટ ગુમાવવાનાં કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી અને અંતિમ ઓવર સુધી મેચ ચાલી હતી. દર્શકો આ મેચ જોઇને ઘણા રોમાંચિત થઇ ગયા હતા.

યુઝવેન્દ્ર ચહલે માત્ર 16 રનમાં બે વિકેટ લીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી યુઝવેન્દ્ર ચહલે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરનાં સ્પેલમાં માત્ર 16 રન આપીને બે વિકેટ લીધી હતી અને KKR ને દબાણમાં મૂકી દીધું હતુ. યુઝવેન્દ્ર ચહલે નિર્ણાયક સંજોગોમાં નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીની વિકેટ ઝડપી હતી અને આનાથી KKR નાં રન-રેટ ધીમી પડી ગઇ હતી.

યુઝવેન્દ્ર ચહલ

આ પણ વાંચો – Afaghanistan Cricket / શું ICC અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરશે? CEO એ ટી 20 વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન આપ્યું

જો લક્ષ્ય વધારે હોત તો KKR નાં બેટ્સમેનોએ ચહલ સામે વધુ તક લીધી હોત. આ બતાવે છે કે તેઓ કેટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે. એવું લાગે છે કે કોઈ તેની સામે જોખમ લેવા માંગતું નથી. KKR મેનેજમેન્ટે બેટ્સમેનોને ચહલ સામે જોખમ ન લેવાની સલાહ આપી હશે. આ મેચ અંતિમ ઓવર સુધી ચહલનાં કારણે જ ચાલી હતી. ચહલ સામે રાહુલ ત્રિપાઠી વહેલા આઉટ થઇ ગયો હતો અને નીતીશ રાણા પણ તેને મારવાની ઉતાવળમાં આઉટ થઇ ગયો હતો. આ બંને વિકેટ RCB માટે ખૂબ મહત્વની હતી.