ક્રિકેટ જગતના એક દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી ગયા છે. આ દિગ્ગજનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ દિગ્ગજ ખેલાડીએ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ભારત સામે જ રમી હતી. આ પછી તે પસંદગીકારોના અધ્યક્ષ પણ રહ્યા હતાં.
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા અનુભવી ઓફ સ્પિનર ક્લાઈડ બટ્સનું નિધન થયું છે. ગુયાનાના પૂર્વ કેપ્ટન અને વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનરનું શુક્રવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે ટ્વિટર પર તેમના નિધનની પુષ્ટિ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ગુયાનાના પૂર્વ કેપ્ટન અને વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનર ક્લાઈડ બટ્સનું આજે સાંજે નિધન થયું છે. અમે તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે.
Sad news out of Guyana.
Clyde Butts, the former Guyana captain and West Indies off-spinner; and former West Indies Chairman of Selectors passed away this evening
We offer sincere condolences to his family, friends and loved ones. May he Rest in Peace. pic.twitter.com/88QqKPZeR2
— Windies Cricket (@windiescricket) December 8, 2023
ક્લાઈડ બટ્સે 1980ના દાયકાની પ્રભાવશાળી વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સ્થાન મેળવ્યું અને સફળ રહ્યું હતું. બટ્સે 1985માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 1988માં ભારત સામે તેની છેલ્લી મેચ રમી હતી. ક્લાઈડ બટ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 7 ટેસ્ટ મેચ રમી અને 10 વિકેટ લીધી. આ દરમિયાન તેણે 108 રન પણ બનાવ્યા હતા. તેણે 87 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 348 વિકેટ લીધી હતી અને ક્લાઈડ બટ્સે 32 લિસ્ટ A મેચોમાં 32 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
