Not Set/ આ તે કેવુ હુકમનામું!! હવે મહિલા શિક્ષકોને મળી દુલ્હનને સજાવવાની જવાબદારી

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી શિક્ષકોની જનગણના અને ચૂંટણી જેવા કાર્યક્રમોમાં ફરજ વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અહીં યોજાનારા સમૂહલગ્નમાં મહિલા શિક્ષકોને કન્યાને શણગારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વિવિધ જોક્સ બનવા લાગ્યા છે. વિરોધનો અવાજ સાંભળતાંની સાથે જ બેઝિક એજ્યુકેશન ઓફિસર ડો.સુર્યકાંત ત્રિપાઠીએ બીઈઓનો હુકમ રદ કર્યો […]

Top Stories India

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી શિક્ષકોની જનગણના અને ચૂંટણી જેવા કાર્યક્રમોમાં ફરજ વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અહીં યોજાનારા સમૂહલગ્નમાં મહિલા શિક્ષકોને કન્યાને શણગારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વિવિધ જોક્સ બનવા લાગ્યા છે. વિરોધનો અવાજ સાંભળતાંની સાથે જ બેઝિક એજ્યુકેશન ઓફિસર ડો.સુર્યકાંત ત્રિપાઠીએ બીઈઓનો હુકમ રદ કર્યો હતો. આ સમગ્ર મામલો મૂળભૂત શિક્ષણ પ્રધાન ડો.સતિષચંદ્ર દ્વિવેદીનાં ગૃહ જનપદ સિદ્ધાર્થ નગરનો છે.

સિદ્ધાર્થ નગર જિલ્લાનાં નૌગઢ બ્લોકમાં આજે યોજાનારા મુખ્યમંત્રી લગ્ન સમારોહમાં 20 મહિલા શિક્ષકોને 184 નવવધૂઓને શણગારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિભાગનાં શિક્ષણાધિકારી ધ્રુવ પ્રસાદે અહીં તુગલકી હુકમનામું બહાર પાડ્યું અને તેટ્ટી બજારમાં યોજાનારા સમૂહ લગ્નમાં શણગારવાની જવાબદારી સોંપી. આ 20 નામોમાં શાળાની મુખ્ય શિક્ષિકા અને શિક્ષા મિત્ર પણ શામેલ છે. સોમવારે સવારે આ હુકમ જારી થતા શિક્ષકોનાં વિવિધ જૂથોમાં આ વાયરલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં જોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. કોઈએ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટનાં આદેશની અવગણના છે. તો કોઈએ લખ્યું કે, વરરાજાને સજાવવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. પાયાનાં શિક્ષણ અધિકારી સૂર્યકાંત ત્રિપાઠીએ હંગામો જોઇને આ આદેશ રદ્દ કર્યો હતો.

ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રદેશ અધ્યક્ષ, સુશીલ પાંડેએ કહ્યું કે, “શિક્ષકોને આદર સાથે વર્તવું જોઈએ. શિક્ષકોને આવી ક્રિયાઓ દ્વારા ભાર આપવામાં આવે છે. આ પછી અમને શાળામાં ન જવા પર દોષી ઠેરવવામાં આવે છે.” અન્ય શિક્ષકે કહ્યું કે, આવા હુકમનામાં સાથે શિક્ષણ પ્રણાલી બગડવાની વાત થઈ રહી છે. શિક્ષણ તંત્ર આવી ભ્રમણા સાથે ક્યારેય પાટા પર આવવાનું નથી. આવા ઓર્ડર આપનારા સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.