CWG 2022/ દીપક પુનિયાએ પાકિસ્તાનના કુસ્તીબાજને ધોબી પછડાટ આપી જીત્યો ગોલ્ડ

ટીમ ઈન્ડિયાએ શુક્રવારે કુસ્તીમાં સતત મેડલ જીત્યા છે અને અંતે દીપક પુનિયાએ પાકિસ્તાનના કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે

Top Stories Sports
5 8 દીપક પુનિયાએ પાકિસ્તાનના કુસ્તીબાજને ધોબી પછડાટ આપી જીત્યો ગોલ્ડ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે મેડલનો વરસાદ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે કુસ્તીમાં સતત મેડલ જીત્યા છે અને અંતે દીપક પુનિયાએ પાકિસ્તાનના કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.દીપક પુનિયાએ 86 કિગ્રામાં જીત મેળવી હતી. ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં તેણે પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને 3-0થી હરાવ્યો હતો. આખી મેચમાં દીપક પુનિયાનો દબદબો જોવા મળ્યો હતો અને પાકિસ્તાની રેસલર દીપકની દાવ સામે થાકેલા દેખાતા હતા. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેમાંથી શુક્રવારે જ ત્રણ કુસ્તીમાં આવ્યા છે, હવે ભારતના કુલ મેડલની સંખ્યા 24 થઈ ગઈ છે અને તે ટોપ-5માં પહોંચી ગયો છે.

ભારતના દીપક પુનિયા તરફથી આક્રમક શરૂઆત કરવામાં આવી હતી, ભારતને પ્રથમ પોઈન્ટ મળ્યો હતો. આ પછી, પાકિસ્તાની કુસ્તીબાજને ડિફેન્સ મોડમાં જવાનું નુકસાન થયું અને તેના કારણે ભારતના દીપક પુનિયાને વધુ એક પોઇન્ટ મળ્યો. પાકિસ્તાની કુસ્તીબાજો પ્રથમ રાઉન્ડ પછી થાકેલા દેખાતા હતા અને કોઈ આક્રમક દાવ રમી શક્યા ન હતા. આનો ફાયદો દીપક પુનિયાને થયો, જેણે બંને રાઉન્ડમાં લીડ જાળવી રાખી અને આખરે મેચ 3-0થી જીતી લીધી.