Not Set/ દિલ્હી એકવાર ફરી થયુ બદનામ, વિદેશી મહિલા સાથે કારમાં કરાયુ સામૂહિક દુષ્કર્મ

દક્ષિણ-પશ્ચિમ જિલ્લાનાં થાના વસંત કુંજમાં ઉઝબેકિસ્તાનની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મની આ ઘટના સ્કોર્પિયો કારની અંદર કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિકારીએ પોલીસ સ્ટેશન વસંત કુંજમાં આ અંગે કેસ નોંધવાની પુષ્ટિ કરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ […]

India
rap 5 દિલ્હી એકવાર ફરી થયુ બદનામ, વિદેશી મહિલા સાથે કારમાં કરાયુ સામૂહિક દુષ્કર્મ

દક્ષિણ-પશ્ચિમ જિલ્લાનાં થાના વસંત કુંજમાં ઉઝબેકિસ્તાનની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મની આ ઘટના સ્કોર્પિયો કારની અંદર કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિકારીએ પોલીસ સ્ટેશન વસંત કુંજમાં આ અંગે કેસ નોંધવાની પુષ્ટિ કરી છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતાની ઉંમર 31 વર્ષ છે. જ્યારે મુખ્ય આરોપીની ઉંમર 25 વર્ષ છે. મુખ્ય આરોપી અને મહિલા એક બીજાને પહેલાથી જ સારી રીતે જાણતા હતા. પોલીસને મળેલી ફરિયાદમાં મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, 10 ઓગષ્ટે તેને વસંત કુંજ વિસ્તારમાં મુખ્ય આરોપી દ્વારા બોલાવવામાં આવી હતી.

જ્યારે મહિલા પહોંચી ત્યારે તેના પરિચિતોએ તેના અન્ય બે સાથીદારો સાથે મળી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. ઘટનાનાં બીજા દિવસે મહિલાએ પોલીસને જાણ કરી. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર, મહિલા આશરે 6 મહિનાથી દિલ્હીમાં રહે છે, જ્યારે મુખ્ય આરોપી ગુડગાંવનો રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.