New Delhi/ દિલ્હી હાઈકોર્ટે OTT અને ડિજિટલ પ્લેટફોર્મ માટેના નવા નિયમો વિરુદ્ધની અરજી પર કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ  

ફાઉન્ડેશન ફોર ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીસ્ટ વતી અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટ “ધ વાયર” નામનું એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ ચલાવે છે.

Top Stories India
A 111 દિલ્હી હાઈકોર્ટે OTT અને ડિજિટલ પ્લેટફોર્મ માટેના નવા નિયમો વિરુદ્ધની અરજી પર કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ  

ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા પર કેન્દ્ર સરકારના નવા નિયમોને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જશ્મતીની ખંડપીઠે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટ હવે આ મામલે 16 એપ્રિલના રોજ સુનાવણી કરશે.

ફાઉન્ડેશન ફોર ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીસ્ટ વતી અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટ “ધ વાયર” નામનું એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ ચલાવે છે. ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરીએ ટેકનીકલ નિયમો, 2021 જારી કર્યા હતા.

આ પણ વાંચો : સંજય લીલા ભણસાલીને થયો કોરોના, આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું અટક્યું શૂટિંગ

અરજદારના વકીલ નિત્યા રામકૃષ્ણએ કોર્ટને જણાવ્યું હતું કે, નવા નિયમો અને ગુગલના નિયમો અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપેલા સોગંદનામા જુદા છે. નિયમોમાં અખબારો અને સમાચાર સંસ્થાઓનો ઉલ્લેખ નથી. એવું નથી કે ન્યૂઝ મીડિયા નિયંત્રણથી બહાર છે, પરંતુ કાયદા દ્વારા તેનું નિયંત્રણ થવું જોઈએ.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકામાં અયોગ્ય કાર્યક્રમો દર્શાવતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારા ડિજિટલ પ્લેટફોર્મ સામે કાર્યવાહી અથવા સજા સામે યોગ્ય પગલા લેવાની જોગવાઈ નથી.

આ પણ વાંચો : એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો પ્રથમ ફોટો આવ્યો સામે, PPP કીટથી છુપાવ્યો ચહેરો

સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને કહ્યું હતું કે નવા નિયમોની સાથે સોશિયલ મીડિયા કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મને વધુ જવાબદાર બનાવવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્લેટફોર્મ્સ પર અયોગ્ય સામગ્રીને નિયંત્રિત કરવાના નિયમોમાં કંઈ નથી અને કોઈપણ કાયદા વિના તેને નિયંત્રિત કરવું શક્ય નથી. ખંડપીઠે તેના આદેશમાં કહ્યું છે કે, “નિયમોનું અવલોકન કરવું એ સૂચવે છે કે નિયમો માર્ગદર્શિકા તરીકે થાય છે અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારાઓ સામે તપાસ અથવા યોગ્ય પગલા માટે કોઈ અસરકારક પદ્ધતિ નથી.

આ પણ વાંચો : પાકિસ્તાન બોર્ડર પર ગયેલા કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી જ્યારે અચાનક થયા ગાયબ, અને પછી….