Not Set/ દિલ્હીની જામા મસ્જિદમાં હજારો લોકોએ “જન ગણ મન” ગાયું, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

દિલ્હીની જામા મસ્જિદમાં હજારો લોકો દ્વારા રાષ્ટ્રગીત “જન ગણ મન અધિનયક” ગાતો વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હજારો લોકો જામા મસ્જિદની બહાર ઉભા રહીને રાષ્ટ્રગીત ગાઇ રહ્યા છે. આ વીડિયો ઝફર અબ્બાસ નામના વ્યક્તિએ તેના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરી છે, તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘તમે શું […]

Top Stories India
pjimage 4 દિલ્હીની જામા મસ્જિદમાં હજારો લોકોએ "જન ગણ મન" ગાયું, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

દિલ્હીની જામા મસ્જિદમાં હજારો લોકો દ્વારા રાષ્ટ્રગીત “જન ગણ મન અધિનયક” ગાતો વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હજારો લોકો જામા મસ્જિદની બહાર ઉભા રહીને રાષ્ટ્રગીત ગાઇ રહ્યા છે. આ વીડિયો ઝફર અબ્બાસ નામના વ્યક્તિએ તેના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરી છે, તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘તમે શું વિચારો છો’ રાષ્ટ્રગીત ફક્ત શાળા અને થિયેટરમાં જ ગવાય છે.’ અહીંની જામા મસ્જિદમાં પણ લોકો રાષ્ટ્રગીત પણ ગાઇ રહ્યા છે. આ વીડિયો જોઈને સાબિત થાય છે કે ભારતની વિવિધતામાં પણ એકતા છે.

વિવિધ જાતિ અને ધર્મના લોકો રાષ્ટ્રગીત ગાઇને દેશ માટે દેશભક્તિની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. આ વિડિઓ જોઈને ખૂબ ગર્વ અનુભવાય છે. આ જોયા પછી લોકો સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,  રવિન્દ્રનાથ ટાગોર ભારતનાં રાષ્ટ્રગીતના લેખક છે, ભારતનું રાષ્ટ્રગીત રવિન્દ્રનાથ ટાગોરે 11 ડિસેમ્બર 1911 ના રોજ લખ્યું હતું. તે પ્રથમ વખત કોંગ્રેસના 27 મા વાર્ષિક અધિવેશનમાં કલકત્તામાં ગવાયું હતું. ટાગોરે મૂળ ગીત બાંગ્લા ભાષામાં બનાવ્યું હતું. બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 ના રોજ આ ગીતને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.