Not Set/ દિલ્હી/ જામિયા હિંસાનાં 70 શકમંદોનાં ફોટા પોલીસે જાહેર કર્યા

જામિયાનગરમાં નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) સામે ચાલુ વિરોધ પ્રદર્શનમાં હિંસાના મામલે દિલ્હી પોલીસે 70 શંકાસ્પદ લોકોની તસવીરો જાહેર કરી હતી. આ તસવીરો સીસીટીવી ફૂટેજ પરથી ખેંચવામાં આવી છે, જેમાં આ લોકો હિંસા કરતા જોવા મળ્યા હતા. પોલીસે માહિતી આપી છે કે, આ લોકો હિંસામાં ખૂબ જ સક્રિય રીતે સામેલ હતા. તેમજ સામાન્ય લોકોને પણ તેઓને […]

Top Stories India
jamiya દિલ્હી/ જામિયા હિંસાનાં 70 શકમંદોનાં ફોટા પોલીસે જાહેર કર્યા

જામિયાનગરમાં નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) સામે ચાલુ વિરોધ પ્રદર્શનમાં હિંસાના મામલે દિલ્હી પોલીસે 70 શંકાસ્પદ લોકોની તસવીરો જાહેર કરી હતી. આ તસવીરો સીસીટીવી ફૂટેજ પરથી ખેંચવામાં આવી છે, જેમાં આ લોકો હિંસા કરતા જોવા મળ્યા હતા.

પોલીસે માહિતી આપી છે કે, આ લોકો હિંસામાં ખૂબ જ સક્રિય રીતે સામેલ હતા. તેમજ સામાન્ય લોકોને પણ તેઓને ઓળખ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસે આ લોકોને શોધવા પાછળ ઇનામ પણ મૂક્યું છે. આ હિંસામાં લગભગ 5 જેટલી બસો સળગાવી દેવામાં આવી હતી અને 100 થી વધુ ખાનગી અને જાહેર વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. 15 ડિસેમ્બર 2019 ના રોજ હિંસા થઈ હતી જ્યારે જામિયાના વિદ્યાર્થીઓ સહિત 100 થી વધુ લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

વિરોધીઓ દ્વારા ફેંકી દેવાયેલા પથ્થરો, કાચની બોટલો અને ટ્યુબ લાઈટોને કારણે વિદ્યાર્થીઓ અને પોલીસ સહિત 30 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં એસઆઈટી દ્વારા કુલ 102 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાન, જામિયાના વિદ્યાર્થી ચંદન કુમાર અને પ્રદેશ રાજકારણી આશુ ખાનની પૂછપરછ કરવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે નાગરિકતા સુધારો કાયદા અંગેના પ્રદર્શન દરમિયાન દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં હિંસા થઈ હતી. જે બાદ પોલીસે કેમ્પસમાં પ્રવેશ કરી વિરોધીઓને માર માર્યો હતો. પોલીસની આ કાર્યવાહી સામે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. આ હિંસામાં 5 ડીટીસી બસો, 100 ખાનગી વાહનો અને 10 પોલીસ મોટરસાયકલોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમણે વિરોધીઓને “ઉશ્કેરણી” કરવા છતાં “મહત્તમ સંયમ, લઘુતમ બળ” નો ઉપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.