New Delhi/ દિલ્હીમાં ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું, પોલીસે 2000 કરોડની કિંમતનો 500 કિલો કોકેઈન જપ્ત કર્યું

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેઈન રિકવર કર્યું છે.

Top Stories India Breaking News
Purple white business profile presentation 63 દિલ્હીમાં ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું, પોલીસે 2000 કરોડની કિંમતનો 500 કિલો કોકેઈન જપ્ત કર્યું

New Delhi:  દિલ્હી પોલીસે ડ્રગ્સનો જંગી ખેપ જપ્ત કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેઈન રિકવર કર્યું છે. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે. આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છીએ.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. પોલીસ તેને મોટી સફળતા માની રહી છે. રિપોર્ટ અનુસાર આ સપ્લાય પાછળ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. પોલીસ હવે આ અંગે માહિતી મેળવી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી કોકેઈન જપ્તી છે. કોકેઈન એ એક ડ્રગ છે જેનો ઉપયોગ હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એમપીમાંથી પકડાયેલા ડ્રગ્સનો છેડો વડોદરા પહોંચ્યો, રાવપુરામાં ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ જપ્ત

આ પણ વાંચો:પત્નીને ડ્રગ્સ પીવડાવી 50થી વધુ લોકો પર બળાત્કાર કરવા પતિએ જ દબાણ કર્યું, ક્રૂર પતિની ગુનાની કબૂલાત

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 1.5 લાખથી વધુની રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, બે લોકોની ધરપકડ