Ahmedabad News: અમદાવાદ પોલીસે ડ્રગ્સ (Drugs) વિરુદ્ધ અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના કાલુપુર વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો મોટો દરિયોકિનારો આશીર્વાદ બન્યો છે. સાથે સાથે રોડ માર્ગે પણ રાજ્યમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે..
અમદાવાદ પોલીસે કાલુપુર પાસેથી આશરે 1 લાખ 71 હજારનો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રઉફ કુરેશી અને મોહમ્મદ વાસીમની ધરપકડ કરી છે. જ્યારે બંને આરોપીને ડ્રગ્સ આપનાર સલમાનની પોલીસે શોધખોળ આદરી છે. પોલીસને બાતમી મળી હતી કે કાલુપુર પાસે બે લોકો ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. ત્યારબાદ બાદ પોલીસે સાદી વર્દીમાં વોચ રાખીને નશીલા પદાર્થનું વેચાણ કરનાર બંને આરોપીને ઝડપી પાડ્યા છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં તપાસ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે અમદાવાદની વટવા GIDCમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો… જે બાદ 12 સપ્ટેમ્બરે પોલીસે સરખેજ પાસેથી 1 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આરોપીઓએ બાઈકના ટાયરમાં ડ્રગ્સ છુપાડીને અન્ય જગ્યાએ ડિલિવરી કરવા માટે જતા હતા. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા જ પોલીસે સરસપુર વિસ્તારમાંથી ચરસ સાથે બે લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સાવધાન! અમદાવાદ ડ્રગ્સ સિટી બની ન જાય, ક્રાઇમબ્રાંચે રૂ. 60 લાખનું ઝડપી પાડયું ડ્રગ્સ
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, ટાયરમાં સંતાડીનેકરતા હતા હેરાફેરી
આ પણ વાંચો: અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વાર ફરી ડ્રગ્સ ઝડપાયું