- અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂ. 60 લાખનું ડ્રગ્સ ઝડપી પાડયું
- 594 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપીની કરી ધરપકડ
- સાહિલ કુરેશી અને સાકિબ ઉફ્રે ચણા ક્રાઇમ બ્રાંચના સકંજામાં
- બનેં આરોપીઓ વિરુદ્ધ આગાઉ પણ નોંધાયેલા છે ગુનાઓ
- મારામારી અને NDPSના ગુના પોલીસ ચોપડે છે નોંધાયા
અમદાવાદ શહેર છેલ્લા કેટલાક સમયથી જાણે કે ડ્રગ્સ સિટી તરીકેની વરવી ઓળખ ઊભી કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં ઘણા લોકો નશો કરવા માટે કોઈપણ વસ્તુનું સેવન કરવા તૈયાર થઈ જતા હોય છે. અમદાવાદમાં માંગો ત્યારે અને માંગો તે પ્રકારના નશીલા પદાર્થો મળી રહ્યા છે. ત્યારે આવામાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂ. 60 લાખનું ડ્રગ્સ ઝડપી પાડયું છે. 594 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
આપણે જણાવી દઈએ કે, અમદાવાદ ક્રાઇમબ્રાંચે સાહિલ કુરેશી અને સાકિબ ઉફ્રે ચણા નામના આરોપીઓને ઝડપી પાડયા છે. બનેં આરોપીઓ વિરુદ્ધ આગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. મારામારી અને NDPSના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 93763 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018 ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે.
જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ખુબ જ ચિંતાજનક છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: