Not Set/ અમદાવાદ/ પત્નીને લગ્ન પહેલા હતો HIV, પતિ છૂટાછેડા લેવા પહોંચ્યો હાઇકોર્ટ

તેમે અવારનવાર પતિ પત્નીને કોઈક ના કોઈક કારણોસર અલગ થતા જોયા હશે કે સાંભળ્યું હશે. ઘર કંકાસ, અફેર જેવા મુદ્દે અલગ થતા જોયા કે સાંભળ્યા હશે પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્ની સાથે છૂટાછેડા લેવા માટે ફેમેલી કોર્ટમાં એવું કહ્યું કે તેની પત્ની HIV પોઝિટિવ છે એન તેનો ચેપ લાગશે […]

Ahmedabad Gujarat
aaaaaaamaya 1 અમદાવાદ/ પત્નીને લગ્ન પહેલા હતો HIV, પતિ છૂટાછેડા લેવા પહોંચ્યો હાઇકોર્ટ

તેમે અવારનવાર પતિ પત્નીને કોઈક ના કોઈક કારણોસર અલગ થતા જોયા હશે કે સાંભળ્યું હશે. ઘર કંકાસ, અફેર જેવા મુદ્દે અલગ થતા જોયા કે સાંભળ્યા હશે પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્ની સાથે છૂટાછેડા લેવા માટે ફેમેલી કોર્ટમાં એવું કહ્યું કે તેની પત્ની HIV પોઝિટિવ છે એન તેનો ચેપ લાગશે તેવો ડર વ્યક્ત કરી છૂટાછેડા માટે અરજી કરી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે પત્ની લગ્ન પહેલા જ HIV પોઝિટિવ હતી, પરંતુ તે અંગે કશીય જાણ કર્યા વિના તેણે લગ્ન કરી લીધા હતા.

આ મામલે મળતી માહિતી અનુસાર વર્ષ 2013માં અમદાવાદમાં રહેતા મયૂરના લગ્ન તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ 2014માં જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા, જેમાં યુવતી HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. યુવતીએ આ અંગે મયૂરને લગ્ન પહેલા કોઈ વાત ન કરી હોવાનો તેમજ તે પહેલાથી જ HIV પોઝિટિવ હોવાનો દાવો કરી 2015માં છૂટાછેડા માટે કેસ કર્યો હતો.

આ મામલે 2019માં ફેમિલી કોર્ટે મયૂરની અરજી ફગાવતા કહ્યું હતું કે એવું જરૂરી નથી કે HIVનો ચેપ શારીરિક સંબંધથી જ લાગી શકે. યુવતી HIV પોઝિટિવ છે તેનો મતલબ એવો ન કાઢી શકાય કે તેને લગ્ન પહેલા પરપુરુષ સાથે શારીરિક સંબંધ હતા. જો આવું કંઈ હોય તો તેના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ નથી કરવામાં આવ્યા. જેથી છૂટાછેડાની અરજી મંજૂર ન રાખી શકાય.

ઉલ્લેખનીય છે કે મયૂરના છૂટાછેડાનો કેસ જ્યારે ફેમિલી કોર્ટમાં ચાલતો હતો તે દરમિયાન તેને બીજા લગ્ન કરી લીધા છે અને તેનાથી તેને એક બાળક પણ છે તેવા પુરાવા યુવતીએ રજૂ કરતા પણ તેનો પક્ષ મજબૂત થઈ ગયો હતો. મયૂરે કોર્ટમાં દલીલ કરી હતી કે તેની પત્ની  પ્રેગનેન્ટ હતી તે વખતે તેણે પોતાની તમામ જવાબદારી નિભાવી છે. પરંતુ હવે બાળકનો જન્મ થઈ ગયો છે ત્યારે તે આ સંબંધ નિભાવી શકે તેમ નથી. જો કે, કોર્ટે મયૂરની દલીલ માનવાનો ઈનકાર કરી દીધો હતો.

કોર્ટમાં મયૂરે એમ પણ કહ્યું હતું કે પત્ની HIV પોઝિટિવ છે તેવી જાણ થતાં તેણે પણ ડરના માર્યા છ અલગ-અલગ લેબમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ તેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.