Not Set/ #DelhiAssemblyElection2020/ EVM ને લઇને AAP નેતા સંજય સિંહે લગાવ્યો આરોપ, વીડિયો વાયરલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 અંત આવ્યા બાદ એક્ઝિટ પોલનું પરિણામ આમ આદમી પાર્ટીની તરફેણમાં દેખાઇ રહ્યુ છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બનવાની આગાહી છે. મતદાન અને એક્ઝિટ પોલનાં પરિણામો બાદ હવે આમ આદમી પાર્ટી ઇવીએમની સુરક્ષા કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે. મતદાન પૂરું થયા બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ […]

Top Stories Gujarat Assembly Election 2022
EVM #DelhiAssemblyElection2020/ EVM ને લઇને AAP નેતા સંજય સિંહે લગાવ્યો આરોપ, વીડિયો વાયરલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 અંત આવ્યા બાદ એક્ઝિટ પોલનું પરિણામ આમ આદમી પાર્ટીની તરફેણમાં દેખાઇ રહ્યુ છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બનવાની આગાહી છે. મતદાન અને એક્ઝિટ પોલનાં પરિણામો બાદ હવે આમ આદમી પાર્ટી ઇવીએમની સુરક્ષા કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે.

મતદાન પૂરું થયા બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં પ્રમુખ અરવિંદ કેજરીવાલે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પ્રશાંત કિશોર, સંજય સિંહ, ગોપાલ રાય સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આમ આદમી પાર્ટીનાં નેતાઓએ સ્ટ્રોંગ રૂમની બહાર ગોઠવણીને લઇને ચર્ચા કરી હતી અને ઈવીએમ મશીનોની સલામતી અંગે વિચારણા કરી હતી.

બેઠક પૂરી થયાના થોડા સમય પછી, આમ આદમી પાર્ટીનાં નેતા સંજયસિંહે એક વીડિયો ટ્વીટ કરીને ઇવીએમની સલામતી પર સવાલ ઉઠાવ્યા છે. વીડિયો શેર કરતાં સંજયસિંહે આરોપ લગાવ્યો હતો કે સ્ટ્રોંગ રૂમની જગ્યાએ રસ્તા વચ્ચે ઇવીએમ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચને આ બાબતનું ધ્યાન રાખવા અપીલ કરી છે.

આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી અગાઉ પણ ઘણી વખત ઈવીએમ મશીનોનાં ચેડાં અંગે પ્રશ્નો ઉભા કરી ચુકી છે. દિલ્હીની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો હવે સ્ટ્રોંગ રૂમની બહાર રક્ષા કરવાની તૈયારી કરી રહ્યા છે. સંજયસિંહે કહ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમ પછી ગોઠવણ કરવી જોઇએ જેથી પાર્ટીનાં કાર્યકરો અને ધારાસભ્યો સુનિશ્ચિત કરી શકે કે ઇવીએમ સાથે કોઈ ચેડા કરવામાં નહી આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.