દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે જીત મેળવી છે. વિજય બાદ પક્ષનાં કાર્યકરો ખુશ છે. આપ ધારાસભ્ય અને કાર્યકર ઉજવણીમાં ડૂબી ગયા છે. વિજયની રાત્રીએ આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય પર હુમલો થયો હતો. મહરૌલીથી આપ નાં ધારાસભ્ય નરેશ યાદવનાં કાફલા પર મંગળવારે મોડી રાત્રે હુમલો કરાયો હતો. હુમલો થયો ત્યારે નરેશ યાદવ મંદિરથી પરત ફરી રહ્યા હતા.
Delhi: An FIR has been registered in connection with the firing at the convoy of Naresh Yadav, Aam Aadmi Party (AAP) MLA from Mehrauli on Aruna Asaf Ali Marg, last night.
— ANI (@ANI) February 12, 2020
હુમલાખોરે 6 થી 7 રાઉન્ડ ફાયર કર્યા હતા. આ હુમલામાં AAP નાં એક સમર્થકની મોત થઇ ગઇ છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. સંજયસિંહે દાવો કર્યો છે કે કાફલા પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જેનું નામ અશોક માન છે. દિલ્હી પોલીસનાં સુત્રોએ પણ મોતની પુષ્ટિ કરી છે. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર, આમ આદમીનાં ધારાસભ્ય નરેશ યાદવનો કાફલો દિલ્હીનાં કિશનગઢ ફોર્ટિઝ ચોક નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ કાફલામાં હાજર બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પોલીસને સ્થળ પરથી 6-7 ગોળીનાં ખાલી શોટ મળ્યાં હતાં. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે.
Delhi: Delhi: Shots fired at the convoy of Naresh Yadav, Aam Aadmi Party (AAP) MLA from Mehrauli on Aruna Asaf Ali Marg, last night. One party volunteer lost his life while another has been injured in the incident. pic.twitter.com/UREQkDVEkB
— ANI (@ANI) February 11, 2020
વળી દિલ્હી પોલીસનાં સુત્રો કહે છે કે આ કેસ બે જૂથો વચ્ચેનાં મ્યુચ્યુઅલ ગેંગ વોરનો છે. પોલીસનાં જણાવ્યા મુજબ, આ ફાયરિંગમાં મૃત્યુ પામનાર વ્યક્તિએ થોડા દિવસો પહેલા બીજી ગેંગને ગોળી મારી હતી, જે પછી તેની શોધ કરવામાં આવી રહી હતી. આજે જ્યારે વિજયની ઉજવણીમાં અશોક હોવાના સમાચાર મળતા જ તેઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
