Not Set/ ગાંધીનગર/CAA અને NRC મુદ્દે કોંગ્રેસનું રક્ત લિખિત પોસ્ટર સાથે પ્રદર્શન

આજે ગુજરાત વિધાનસભા સત્રની એક દિવસીય બેઠક યોજાઈ છે. જેમાં ભાજપ દ્વારા CAA ને સમર્થન આપતા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે આ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ બહાર કોંગ્રેસ MLAનું પોસ્ટર પ્રદર્શન કર્યું હતું. જેમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એCAA ના વિરોધ માટે અનોખી રીત અપનાવી હતી અને બધાનું ધ્યાન ખેચ્યું હતું. […]

Uncategorized
ambaji 2 ગાંધીનગર/CAA અને NRC મુદ્દે કોંગ્રેસનું રક્ત લિખિત પોસ્ટર સાથે પ્રદર્શન

આજે ગુજરાત વિધાનસભા સત્રની એક દિવસીય બેઠક યોજાઈ છે. જેમાં ભાજપ દ્વારા CAA ને સમર્થન આપતા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે આ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ બહાર કોંગ્રેસ MLAનું પોસ્ટર પ્રદર્શન કર્યું હતું.

જેમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એCAA ના વિરોધ માટે અનોખી રીત અપનાવી હતી અને બધાનું ધ્યાન ખેચ્યું હતું. તેઓ પોતાના લોહી થી લખેલું પોસ્ટર લઈને વિધાનસભા પહોચ્યાં હતા. તેમના આ પ્કૃત્યથી લોકોનું ધ્યાન તેમના તરફ  ખેચ્યું હતું.

ઇમરાન ખેડાવાલા ના આ રક્ત લિખિત પોસ્ટરનું કોંગ્રેસ MLAએ કર્યું પ્રદર્શન  કર્યું હતું. જેમાં ઇમરાન ખેડાવાલા ની સાથે ગ્યાસુદ્દીન શેખ પણ હાજર હતા.

આ દરમિયાન કોંગ્રેસ MLA વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, CAA માટે SCના જજે સરકારને વિચારવાનું કહ્યું છે. લોકોનું હિત નહીં જળવાતું હોય તે બાબતોનો વિરોધ કરીશું. તો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આ સરકાર લોકશાહી નું ખૂન કરવા બેઠી છે કેન્દ્ર સરકાર લોકોનું હીત જોતી નથી

તો લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સત્ર લંબાવવાની વાત સરકારે કાને  ધરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.