Not Set/ નવરાત્રીને લઇને રાજ્ય સરકારનાં શુભ સંકેત, ડે.સીએમના સંકેતથી ખેલૈયાઓમાં ખુશી

  નવરાત્રિ એટ્લે ખેલૈયા માટે એક અનેરા આનંદ અને ઉત્સાહ સાથે માતાજીની ભક્તિ કરવાના નવ દિવસ. ગુજરાતીઓ માટે નવરાત્રિનું અનેરું મહત્વ હોય છે. પરંતું આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન થશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. નીતિન પટેલે જણાવ્યું […]

Uncategorized
6e2e80bb5f55e4bb04cad0f0921bbb64 નવરાત્રીને લઇને રાજ્ય સરકારનાં શુભ સંકેત, ડે.સીએમના સંકેતથી ખેલૈયાઓમાં ખુશી
 

નવરાત્રિ એટ્લે ખેલૈયા માટે એક અનેરા આનંદ અને ઉત્સાહ સાથે માતાજીની ભક્તિ કરવાના નવ દિવસ. ગુજરાતીઓ માટે નવરાત્રિનું અનેરું મહત્વ હોય છે. પરંતું આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન થશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને  શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે.

નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે.  કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. તેમણ કહ્યું કેગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે  હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, નવરાત્રી પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય તેટલી રાહત આપવા અંગે. સરકાર  વિચારણા કરી રહી છે. ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયા અને આયોજકો બંનેમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તેટલી રાહત આપવા અંગે  હાલ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રી પહેલા જાહેરાત કરશે.

કોરોનાના કારણે નવરાત્રિ રદ્દ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે.

વિરેન મહેતા, ગાંધીનગર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.