ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ દેવાના બોજા હેઠળ દબાયેલુ છે. આંકડાની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે દેવુ 250.9 ટ્રિલિયન ડોલર થઇ ચૂક્યું છે. જેના પરથી તારણ નીકળે છે કે, દુનિયામાં રહેતા 7.7 અરબ લોકોમાં પ્રત્યેકને માથે 32,550 (23,31,719 રુપિયા) અમેરિકન ડોલરનું દેવું છે.
ભારત તરફથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી જૂન મહિનામાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ માર્ચ 2019 સુધી ભારત પર વિદેશી દેવુ 543 અરબ અમેરિકન ડોલર છે
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયનાન્સ ( IIF) તરફથી જાહેર કરાયેલા એક એહેવાલ મુજબ આ વર્ષે વૈશ્વિક સ્તરે દેવુ તેના બધા જ રેકોર્ડ તોડતા 255 ટ્રિલિયન અમેરિકન ડોલરને પાર કરી જશે.
ચાલુ વર્ષની પહેલી છ માસિકમાં જ વૈશ્વિક દેવુ 7.5 ટ્રિલિયન ડોલર વધારા સાથે 250.6 ટ્રિલિયન ડોલર થઇ ગયું હતું. જો કે ખુલાસો એ પણ કરવામાં આવ્યો હતો કે, વિશ્વસ્તરે દેવાની રકમ વધવા પાછળ ચીન અને અમેરિકા તરફથી મોટા પ્રમાણામાં કરવામાં આવેલુ દેવુ છે.
IIF પ્રમાણે અલગ-અલગ દેશોની સરકારો પર 70 ટ્રિલિયન ડોલરનું દેવુ હોવાનું અનુમાન છે જે 2018માં 65.7 ટ્રિલિયન અમેરિકન ડોલર હતું. દુનિયા પર દેવાનો બોજો વધારવામાં 60 ટકા યોગદાન અમેરિકા અને ચીને કરેલું છે.
અમેરિકા અને ચીન સિવાય ઇટલી અને લેબનાન જેવા દેશો પર પણ ભારે પ્રમાણમાં દેવુ છે. આ સિવાય આ યાદીમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
