Gujarat/ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની અટકાયત અને નજર કેદ કરવાનો સીલસીલો યથાવત

દિલ્હીમાં ચાલતા આંદોલનને ગુજરાતનાં ખેડૂતો સમર્થન માટે તૈયાર છે….

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

દિલ્હીમાં ચાલતા આંદોલનને ગુજરાતનાં ખેડૂતો સમર્થન માટે તૈયાર છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અટકાયતો તથા નજર કેદ કરવાનો સીલસીલો પણ યથાવત હોવાથી ખેડીતો સમર્થન માટે પહોચી નથી શકતા.

તેવામાં રાજકોટ ખાતે 22 જાન્યુઆરીનાં રોજ થવા જનાર ખેડૂતોનું મહાસંમેલન જેમા ગુજરાતનાં ખેડૂતોને જગાડવાનો હાકલ કરતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ સંમેલનનું આયોજન કરાયુ હતુ. સુરેન્દ્નનગર જીલ્લામાંથી અનેક ખેડૂતો આ સંમેલનમા જોડાવાના હતા પરંતુ આ પહેલા મુળી તાલુકામાંથી ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડાને નજર કેદ કરી સરકાર દ્વારા સંમેલનમા ખેડૂતોને જતા અટકાવ્યા હતા. સ્થાનિક પોલીસે આગેવાનોને નજર કેદ કરતા ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડા દ્વારા રાજ્ય સરકારની નીતિનો વિરોધ્ધ કયોઁ હતો અને પોલીસને આગળ કરી આ સરકાર ખેડૂતોનાં અવાજને દબાવવાનો પ્રયાસ કરી હિટલરશાહી કરતા પણ બદતર સરકાર હોવાનુ જણાવ્યુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો