કચ્છ/ ગુજરાતના યોગી અને કચ્છના મહંત દેવનાથ બાપુને માથું ધડથી અલગ કરી દેવાની મળી ધમકી

કચ્છના એકલનાથ ધામના  મહંત દેવનાથ બાપુને માથું ધડથી અલગ કરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પઠાણ ફિલ્મના વિરોધ બાદ તેમણે ધમકી આપવામાં આવી રહી છે.

Top Stories Gujarat
5 29 ગુજરાતના યોગી અને કચ્છના મહંત દેવનાથ બાપુને માથું ધડથી અલગ કરી દેવાની મળી ધમકી

ગુજરાતનાં યોગી અને અખિલ  ભારતીય સાધુ સમાજના મેમ્બર અને કચ્છ સેવા સમાજના અધ્યક્ષ એવા યોગી દેવનાથ બાપુને ધમકી આપવામાં આવી છે. કચ્છના એકલનાથ ધામના  મહંત દેવનાથ બાપુને માથું ધડથી અલગ કરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પઠાણ ફિલ્મના વિરોધ બાદ તેમણે ધમકી આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવનાથ બાપુ દ્વારા શાહરુખ ખાણી આગામી ફિલ્મ ને લઈ ટ્વિટ કરવામાં આવ્યું હતું. અને જેમાં તેમણે લખ્યું હતું કે, ‘આમિર ખાન અને તૈમુરની અમ્મી એ તો સ્વાદ ચાખ્યો છે હવે વારો છે હકલાની પઠાણ ફિલ્મનો, સનાતનીઓ પઠાણ પણ સુપર ફ્લોપ જવી જોઈએ…” જો કે તેમના આ ટ્વિટ બાદ તેમણે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.


જો કે તેઓ સાથે આમિર ખાનની ફિલ્મ નો પણ વિરોધ કરી રહ્યા છે. અને તેને લાગતું પણ ટીવ્ત કર્યું હતું.

જો કે આ પઠાણ ફિલ્મ ના ટ્વિટ વ્બાદ બાપુને માથું ધડથી અલગ કરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અને બાપુએ ગુજરાત પોલીસ પાસે રક્ષણ ની માંગ પણ કરી છે. અને ધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોણ છે યોગી દેવનાથ ? 

હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ કે જેમને  ‘ગુજરાતના યોગી’ પણ કહેવામા આવે છે.  યોગી દેવનાથ પોતે પણ પોતાના ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તમામ પોસ્ટ અને તસવીરો શેર કરતા રહે છે. થોડા સમય અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. તેઓ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી તેમજ કચ્છ સંત સમાજના પ્રમુખ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે. તેઓ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે. તેઓ એકલધામ આશ્રમના મહંત પણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાથ સંપ્રદાય સાથે જોડાયેલા યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગુરુભાઈ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં યોગી દેવનાથનો નોંધપાત્ર પ્રભાવ છે. એટલું જ નહીં, યોગી દેવનાથને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લાની રાપર વિધાનસભા બેઠક પરથી ઉતારવાની અટકળો પણ ચાલી રહી છે. ‘યોગી દેવનાથે 12 વર્ષની ઉંમરે સન્યાસ સ્વીકાર્યો અને નાથ અખાડાના સભ્ય બન્યા. યોગી દેવનાથ અને જો આદિત્યનાથ અવારનવાર તેમના અખાડાના મંચ પર એકબીજાને મળે છે અને સારા સંબંધ ધરાવે છે.

World / અવકાશમાં યુદ્ધની તૈયારી કરી રહ્યા છે આ દેશો! એન્ટી સેટેલાઇટ શસ્ત્રોની શક્તિમાં વધારો