Rules/ 1 માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોએ દર્શન માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી, 1 કલાકમાં માત્ર 100ને પ્રવેશ

મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના ભક્તો માટે મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાના પરિણામે, 1 માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશજીના દર્શન

India

મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના ભક્તો માટે મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાના પરિણામે, 1 માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશજીના દર્શન કરવા આવતા ભક્તોને પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. મંદિરના સંચાલન સાથે સંકળાયેલા એક અધિકારીએ આ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આવતા મહિનાથી જ જેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે છે તેમને જ આવવાની મંજૂરી આપવામાં આવશે અને એક કલાકમાં 100 ભક્તોને મંદિરની અંદર જ મંજૂરી આપવામાં આવશે.

Maharashtra religious places back in action, Sabarimala temple reopens in Kerala - India News

Corona Update / ગુજરાતમાં ચૂંટણીટાણે લોકો ભાન ભૂલી થયા બેરોકટોક, કોરોનાની ગતિ પર નથી રોક, કેસમાં ભારે ઉછાળો

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રિયંકા છાપવાલે જણાવ્યું હતું કે હાલમાં દર્શન માટે નોંધણી ન કરાવતા ભક્તોને સ્થળ પર ક્યૂઆર કોડ આપવામાં આવે છે જેનાથી તેઓ મંદિરમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ અમે આ વ્યવસ્થાને 1 માર્ચથી પૂર્ણરૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે ભક્તોએ પહેલાથી જ આગામી ઓર્ડર સુધી નોંધણી કરાવી નથી, તેમને મંદિરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Political / 8 તબક્કામાં ચૂંટણી યોજવાના નિર્ણય પર મમતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ-ભાજપનાં કહેવા પર ચૂંટણીપંચે…

છાપવાલે જણાવ્યું હતું કે દર કલાકે માત્ર 100 ભક્તોને સવારે 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે પૂર્વ બુક કરાયેલ ક્યૂઆર કોડ સાથે જ મુલાકાત આપવામાં આવશે. તેમણે કહ્યું કે અંગારકી ચતુર્થી (2 માર્ચ) ના રોજ સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન દર્શનની મંજૂરી આપવામાં આવશે. સિદ્ધિવિનાયક મંદિર શહેરના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે. ગયા વર્ષે કોરોના વાયરસનો રોગચાળો ફેલાવાને કારણે મંદિર કેટલાક મહિનાઓથી બંધ રહ્યું હતું. તે નવેમ્બરમાં ફરીથી ખુલ્યું હતું.

Devotees crowd Siddhivinayak on New Year | Mumbai Live

 

Political / હું ક્યારેય કોઈ ધાર્મિક સ્થળોમાં દાન આપતો નથી, માટે રામ મંદિરને પણ નહીં આપું : રોબર્ટ વાડ્રા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…