નવી દિલ્હી/ DGCAએ એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

જૂન મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે DGCA એ એરલાઇન કંપની પર આટલો મોટો દંડ ફટકાર્યો છે.

Business
DGCAએ

DGCAએ આજે ​​એર ઈન્ડિયા પર 10 લાખનો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં એર ઈન્ડિયા પર આરોપ છે કે તેની પાસે માન્ય ટિકિટ હોવા છતા યાત્રીને મુસાફરી કરતા અટકાવ્યા હતા. આ રીતે, જૂન મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે DGCA એ એરલાઇન કંપની પર આટલો મોટો દંડ ફટકાર્યો છે.

વાસ્તવમાં, મુસાફરો પાસે માન્ય ટિકિટ હોવા છતાં અને સમયસર બોર્ડિંગ માટે હાજર હોવા છતાં એર ઇન્ડિયાએ બોર્ડિંગનો ઇનકાર કર્યો હતો. જે બાદ DGCAએ આ નિર્ણય લીધો છે. જો કે, અગાઉ એરલાઇનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી અને આ મામલે વ્યક્તિગત સુનાવણી પણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ પહેલા 2 જૂને વિસ્તારાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આ મોટી એરલાઈન્સ કંપની પર સુરક્ષા નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ એરલાઇન એવિએશન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ મામલે કહ્યું હતું કે, જરૂરી તાલીમ વિના વિસ્તારા એરલાઇન્સ અધિકારીને ટેક-ઓફ અને લેન્ડિંગ માટે ક્લિયરન્સ આપતી હતી.

આ પણ વાંચો:આગામી ત્રણ મહિનામાં ચારે તરફ હશે નોકરી જ નોકરી : 63 ટકા કંપની કરશે નવી ભરતી

આ પણ વાંચો:અદાણી ગ્રૂપના હાઇડ્રોજન વેન્ચરમાં ફ્રાન્સની ફર્મની 25 ટકા હિસ્સેદારી

આ પણ વાંચો:કોસોવોમાં ભારતીય બિઝનેસમેન માટે સુવર્ણ તકો : અનિલ મિશ્રા