ઊંઝા/ હાર્દિકના પોસ્ટરને કાળી શાહી લગાવનાર ધનજી પાટીદારની ગાડી સળગાવી, પાટીદાર રાજકારણમાં ગરમાવો

પાટીદાર નેતા ધનજી પાટીદારની ગાડી સળગાવવા માં આવી છે. ઊંઝા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી તેમની ગાઈ અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેવામાં આવી હતી. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગાડી સળગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને ઊંઝા પોલીસ મથકએ આ અંગે જાણ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
Screenshot 2022 06 07 093844.png 1 હાર્દિકના પોસ્ટરને કાળી શાહી લગાવનાર ધનજી પાટીદારની ગાડી સળગાવી, પાટીદાર રાજકારણમાં ગરમાવો
  • મહેસાણાઃ ધનજી પાટીદારની ગાડી સળગાવી
  • હાર્દિકના પોસ્ટરને કાળી શાહી લગાવી હતી
  • ઊંઝા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરી હતી કાર
  • કોઈ અજાણ્યા શખ્સો કારને સળગાવાનો આક્ષેપ
  • ઊંઝા પોલીસ મથકે કરાઈ જાણ

ગુજરાત રાજયમાં ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો ગળાકાપ સ્પર્ધામાં ઉતર્યા છે. અને એક બીજાથી ચઢિયાતાં સાબિત થવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલના કેસરિયા કરવાથી ભાજપનું વાતાવરણ પણ ગરમાયું છે. ભાજપના અનેક નેતાઓમાં અંદરખાને હાર્દિક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

હાર્દિક પટેલના ભાજપમાં જોડતા અનેક પાટીદાર માં પણ રોષ જોવા મળ્યો હતો, અને સોશિયલ મીડિયા પર હાર્દિક ને લગતી પોસ્ટનો મારો પણ ચલવ્યો હતો. તો નારાજ પાટીદાર નેતા  ધનજી  પાટીદાર દ્વારા હાર્દિકના પોસ્ટરો પર કાળી સ્યાહી લગાવવામાં આવી હતી. અને રોડ સાઈડ લાગેલા હોર્ડીંગ પર ચઢીને ધનજી પાટીદાર હાર્દિક પટેલના પોસ્ટર પર સ્યાહી લગાવતા ફોટા પણ વાઇરલ બન્યા હતા.

હવે આજ પાટીદાર નેતા ધનજી પાટીદારની ગાડી સળગાવવા માં આવી છે. ઊંઝા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી તેમની ગાઈ અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેવામાં આવી હતી. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગાડી સળગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને ઊંઝા પોલીસ મથકએ આ અંગે જાણ કરવામાં આવી છે.

નોધનીય છે કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડતા ગુજરાતભરમાં તેમના ભાજપમાં સ્વાગતના બેનર અને પોસ્ટર લગાવવામા આવ્યા છે.અને  ઊંઝાના ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી સ્યાહી લગાવાવામાં આવી હતી.  ઊંઝાના ઉનાવામાં પોસ્ટર ઉપર પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે સ્યાહી લગાવી હતી. ધનજી પાટીદારે રોડ પર લગાવેલા મોટા બેનરમાંથી હાર્દિકની તસવીર પર કાળી સ્યાહી લગાવી હતી. તેણે હાર્દિકના નામ પર પણ કાળો કૂચડો ફેરવ્યો હતો. એટલુ જ નહિ, તેણે સ્યાહી લગાવતો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાથી અનેક પાટીદારો નારાજ છે. હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા જ પાટીદાર આંદોલનકારીઓ વિશે કડવા શબ્દો કહ્યા હતા. હાર્દિક પટેલે તાજોતરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ અનેક પાટીદાર નેતાઓ નારાજ થયા હતા. તો ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે. નરેશ પટેલે કહ્યુ કે, આંદોલનકારીને અસામાજિક તત્વો કહ્યા તે હાર્દિકની ભૂલ છે.