Cricket/ ધોની પોતે જમીન પર સૂતો હતો મને બેડ આપ્યો હતો, તે મારો ભાઈ છે :  હાર્દિક પંડ્યા 

હાર્દિક પંડ્યાએ કહ્યું કે જ્યારે પણ મને જરૂર પડે ત્યારે ધોની ભાઈ મારી સાથે હતા. મેં તેને ક્યારેય મહાન ક્રિકેટર એમએસ ધોની તરીકે જોયો નથી. મારા માટે તે મારો ભાઈ છે.

Sports
લાઇફ કોચ ધોની પોતે જમીન પર સૂતો હતો મને બેડ આપ્યો હતો,

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માને છે કે 2021 ટી 20 વર્લ્ડ કપ તેની કારકિર્દીની સૌથી મોટી જવાબદારી છે, કારણ કે લાઇફ કોચ અને ભાઈ મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં, ફિનિશર તરીકેનો સમગ્ર બોજો તેના ખભા પર હશે. તમને જણાવી દઈએ કે ધોની વગર ભારતનો આ પહેલો ટી 20 વર્લ્ડ કપ છે,  ઉલ્લેખનીય છે કે ધોનીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ભારત ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ ટૂર્નામેન્ટ માટે ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે.

માત્ર ધોની જ મને શાંત કરી શકે છે: પંડ્યા

ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યાએ પોતાના જીવનના ઘણા પડકારો અને ધોની સાથેના અસાધારણ સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “તે મારી કારકિર્દીનો સૌથી મોટો પડકાર છે, કારણ કે આ વખતે મહેન્દ્ર સિંહ ધોની નથી. બધુ મારા ખભા પર છે. હું આ રીતે વિચારું છે કારણ કે ધોની વિના મેદાનમાં ઉતરવું તે મારા માટે પડકાર છે. તે એક રોમાંચક પ્રતયોગીતા હશે.  ધોની સાથેના તેના સંબંધ વિશે વાત કરતા પંડ્યાએ કહ્યું, “ધોની મને શરૂઆતથી જ સમજી ગયો છે. હું કેવી રીતે કામ કરું છું અથવા હું કેવો વ્યક્તિ છું. મને શું નથી ગમતું, બધું.”

માહી ભાઈએ  જમીન પર સુઈ જી મને બેડ આપ્યો હતો – હાર્દિક

પંડ્યાએ જણાવ્યું હતું કે જ્યારે તે ટીવી શોમાં વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સસ્પેન્શન પૂર્ણ કર્યા બાદ 2019 માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પરત ફરી રહ્યો હતો. ત્યારે “શરૂઆતમાં મારા માટે કોઈ હોટેલ રૂમ નહોતો. અનેપાચી ધોનીએ ફોન કરી પોતાના રૂમ પર બોલાવ્યો હતો. અને કહ્યું કે તે બેડ પર સૂતો નથી. તે નીચે જમીન પર સુઈ જશે. અને હું તેના બેડ પર. તે પ્રથમ વ્યક્તિ છે જે તે હંમેશા સાથે રહે છે.

સ્ટાર ઓલરાઉન્ડરે આગળ કહ્યું, “જ્યારે આ બધું થયું, ત્યારે તે જાણતો હતો કે મને સપોર્ટની જરૂર છે.  તેણે મને મારી ક્રિકેટ કારકિર્દીમાં ઘણી વખત સપોર્ટ આપ્યો હતો. મેં તેને એમએસ ધોની, એક મહાન ક્રિકેટર કહ્યો. ક્યારેય જોયો ન હતો. હું તેને મારો ભાઈ છું. “