Not Set/ મેદાનમાં કંઈક એવું થયું કે  જ્યારે પંડ્યાની પાછળ ભાગ્યો દોડ્યો ધોની

IPL 2019 માં ઘણી રસપ્રદ ઘટનાઓ બનતી હોય છે જે દર્શકો માટે પણ મજાની બની રહે છે આવો જ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની  હાર્દિક પંડ્યાને આઉટ કરવા એવું કંઇક કરે છે જે ઘટના  પછી બંને એકબીજાની સામે જોઈને હસવા લાગે છે. મુબંઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી  મેચમાં મુંબઇના […]

Uncategorized
ms dhoni hardik pandya મેદાનમાં કંઈક એવું થયું કે  જ્યારે પંડ્યાની પાછળ ભાગ્યો દોડ્યો ધોની

IPL 2019 માં ઘણી રસપ્રદ ઘટનાઓ બનતી હોય છે જે દર્શકો માટે પણ મજાની બની રહે છે આવો જ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની  હાર્દિક પંડ્યાને આઉટ કરવા એવું કંઇક કરે છે જે ઘટના  પછી બંને એકબીજાની સામે જોઈને હસવા લાગે છે.

મુબંઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી  મેચમાં મુંબઇના ઓલ રાઉન્ડર હાર્દિક પંજ્યાએ ચેન્નઇના બોલરોને પોતાની ધૂઆધાર બેટિંગથી હચમચાવી દીધા હતા.  અને છેલ્લા બે ઓવરમાં હાર્દિકે 45 રન કર્યા હતા.  પંડ્યાએ 8 બોલમાં  ત્રણ સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.  પંડ્યાની રમત એટલી આક્રમક હતી કે કોઈ પણ બોલર તેને આઉટ નહોતો કરી શકતો. તે સમયે ચેન્નઇના સૂકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પંડ્યાને આઉટ કરવા એવું કંઇક કર્યું કે જેથી બંને ખેલાડી એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા અને આ વીડિયો સોશ્યિલ મીડિયામાં તેમજ બને ખેલાડીના  પ્રશંસકોમાં વાઇરલ થઈ રહ્યો છે.

19મી ઓવરમાં  પંડ્યાએ શાર્દૂલ ઠાકુરના બો બાલમાં સ્કેવર પર રમ્યો અને ડીપમાં ફિલ્ડિંગ કરી રહેલા ઇમરાન તાહિરે બોલ ઉઠાવીને વિકેટ કીપર ધોનીને આપ્યો.ધોનીએ આ બોલ કેચ કર્યો અને  પંડ્યાને રનઆઉટ કરવાનો પ્રયત્ન કર્યો. જોકે ધોનીને આવતો જોઈ પંડ્યા ક્રીઝ પર પાછો આવી ગયો હતો અને તેથી બંને જણા હસવા લાગ્યા હતા.  પંડ્યાએ બેટિંગની સાથે સાથે બોલિંગ પર સારી રીતે કરી હતી. નિર્ધારિત 4 ઓવરમાં 20  રન કરીને 3 વિકેટ પણ લીધી હતી. અને તેથી જ મેચમાં તેની પસંદગી મેન ઓફ ધ મેચ તરીકે કરવામાં આવી હતી.

આ મેચમાં મુંબઇના સૂર્યકુમાર યાદવે 59, કૃણાલ પંડ્યાએ 42 તથઆ હાર્દિક પંડ્યાએ 25 અને કેરન પોલાર્ડે 17 રન કરીને 20 ઓવરમાં 170 રન કર્યા હતા. તો ચેન્નઇની ટીમ 8 વિકેટના નુકસાને 133 રન જ કરી શકી હતી. હાલમાં મુંબઈ છઠા સ્થાને છે અને  ચેન્નઇ સુપર કિંગ્સ હજુ પણ ટોચના સ્થાને છે.