Not Set/ #Boycott_China/ ભારતની જ માટીથી પ્રત્યેક ભારતીય ઘર રોશન હશે, ત્યારે જ તો ચીનમાં અંધકાર ફેલાશે…

એકતરફ કોરોના વાયરસ ભારતને ઘમરોળી રહ્યો છે. ત્યારે ચીને તકનો લાભ લઇ ભારત સાથે એકવાર ફરી સીમા વિવાદ શરુ કર્યો છે. લદ્દાખ માં હાલત થોડી ચિંતાજનક જણાઈ રહી છે. ભારત અને ચીનના હજારો સૈનિકો આમને સામને છે. બંને દેશો સીમાઓ પર ટેન્ક, તોપો અને બારૂદ જમા કરી રહ્યા છે.ત્યારે નોંધનીય છે કે, આ વિવાદ લગભગ […]

Uncategorized
b324727dbc0b0bb3b11c5b5af9a0cd2e 1 #Boycott_China/ ભારતની જ માટીથી પ્રત્યેક ભારતીય ઘર રોશન હશે, ત્યારે જ તો ચીનમાં અંધકાર ફેલાશે...

એકતરફ કોરોના વાયરસ ભારતને ઘમરોળી રહ્યો છે. ત્યારે ચીને તકનો લાભ લઇ ભારત સાથે એકવાર ફરી સીમા વિવાદ શરુ કર્યો છે. લદ્દાખ માં હાલત થોડી ચિંતાજનક જણાઈ રહી છે. ભારત અને ચીનના હજારો સૈનિકો આમને સામને છે. બંને દેશો સીમાઓ પર ટેન્ક, તોપો અને બારૂદ જમા કરી રહ્યા છે.ત્યારે નોંધનીય છે કે, આ વિવાદ લગભગ એક માસથી ચાલી રહ્યો છે, ત્યારે આ અંગે વધુ ના લખતા મુદ્દા પર આવીયે તો, ચીન અસલમાં જે છે તે દર્શાવતું નથી. તેનું ચરિત્ર જ હંમેશાથી શંકાસ્પદ, અવિશ્વનીય, ભ્રામક અને કપટપૂર્ણ છે. તેની કૂટનીતિ છે કે, તે પોતાના શત્રુ સાથે કદી શત્રુતા જાહેર કરતુ નથી. 

e17548a2b9a0da8f39ca954cdf62e5a9 1 #Boycott_China/ ભારતની જ માટીથી પ્રત્યેક ભારતીય ઘર રોશન હશે, ત્યારે જ તો ચીનમાં અંધકાર ફેલાશે...

ચીનની પરંપરાગરત રાજકીય સૂક્તિ મુજબ , તમે અગર કોઈને દગો આપવા ઈચ્છો છો તો પહેલા તેને મિત્ર બનાવો.તેનો વિશ્વાસ જીતો.તેનો લાભ લો અને પછી તક મલતા જ તેના પર વાર કરો. ત્યારે કહેવાનો આશય છે કે, આ છે ચીનનો મૂળ પ્રકૃતિદત્ત સ્વભાવ  છે કે જે આજે નહિ કાલે નહિ અને કદાપિ ભરોષાપૂર્ણ ના જ હોઈ શકે. ત્યારે લાંબો પહોળો ઇતિહાસ આલેખ્યા વિના મુદ્દાની વાત કરીયે તો, તો ચીન ભારત, અમેરિકા, દ. એશિયા ના અન્ય દેશો સહીત વિશ્વના અનેક બઝારોમાં તેનો માલ-સામાન વેચી સધ્ધર થયું છે. આજે અહીં ફક્ત ભારતની જ વાત કરીયે તો, માલ-સામાન મુદ્દે આપણને એટલા પાંગળાં કરી નાખ્યા છે કે,  ચીનની કરતૂતોથી ભડકેલા લોકો તુરંત ચીનના સામાન બહિષ્કારની વાત કરવા માંડે છે. અને પછી બઝારમાં જતા જ કોઈકને કોઈક ચીજ ચીની બનાવટની ઉઠાવી લાવે છે. ટિક્ટોક પર વિડિઓ અપલોડ કર્યા વિના તેમનો દિવસ પૂરો નથી થતો. ત્યારે આ શું આસાન છે ? કે ચીનની ચીજો નો આપણે આસાનીથી બહિષ્કાર કરી શકીયે ? પરંતુ જ્યાં લોકોની અને સરકારની ઇચ્છાશક્તિ મજબૂત હોય તો કઈ જ કઠિન નથી. સમય ચોક્કસ લાગવાનો છે..પરંતુ  આપણે પણ આ કોરોના કાળને તકમાં બદલી નાખી સાચે જ મોદીજી નો નારો આત્મનિર્ભર સાર્થક કરવો છે?   

મોદીજી એ હાલમાં જ કહ્યું છે કે, કોરોના આપદા ને આપણે ખુબ જ મોટું ટર્નિંગ પોઇન્ટ બનાવવું છે. અને આ ટર્નિંગ પોઇન્ટ છે આત્મનિર્ભર ભારત.એલઇડી બલ્બનું ઉદાહરણ આપીને મોદીજીએ જણાવ્યું છે કે, કિંમત ઓછી હોવાને કારણે એલઇડી બલ્બ ઘરે ઘરે પહોંચ્યા છે. જેને લીધે પ્રોડક્શન કોસ્ટ ઓછી થઇ છે. અને વીજળીનો વપરાશ ઘટતા દેશવાસીઓને દર વર્ષે 19 હજાર કરોડની બચત થઇ રહી છે. અને તેનો ફાયદો પ્લેનેટને પણ મળ્યો છે. અને 4 કરોડ ટન  કાર્બન ઉત્સર્જન ઓછું થયું છે. જો કે આ જ સ્થિતિનું નિર્માણ આપણે મેડિકલ, ડિફેન્સ, કોલ -મિનરલ , ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચર , સોલાર પેનલ, ચિપ, અને એવિએશન જેવા સેક્ટરમાં કરી શક્ત તો….મતલબ આપણે મેક ઈન ઇન્ડિયા સૂત્ર સાર્થક કરી શક્ત  અને ચીન ઉપર ની આપણી આત્મનિર્ભરતા પણ ઘટત.  ભારત જેવડા  વિશાળ  કદના બઝારને  ગુમાવીને ચીનની ઇકોનોમીને આપણે એક જોરદાર ફટકો આપી શક્યા હોત. પરંતુ આ માટે પીપલ અને પ્રોફિટ કે જે એકબીજા સાથે ઇન્ટરલોક છે નો સાથ ખુલીને મળવો જોઈએ. 

7862ed5fb051bc1e7d588c585003f58b 1 #Boycott_China/ ભારતની જ માટીથી પ્રત્યેક ભારતીય ઘર રોશન હશે, ત્યારે જ તો ચીનમાં અંધકાર ફેલાશે...

 ત્યારે જ આ સપનું સાકાર થાય. ચીનને મ્હાત આપી હંફાવી શકાય.ભારતનું બાઝાર અને લોકો જયારે ચીનને ધોબી પછાડ આપશે તે દિવસે ચીનની કમર અવશ્ય તૂટશે. અને આ કમ્મરતોડ ફટકો પચાવવો તેના માટે જરીપણ આસાન નહી  હોય. પરંતુ આ એક લાંબી મજલ છે .જેને વેઠવી કપરી છે કેમ કે, કેટલાય ઉદ્યોગોની મશીનરી ચીની બનાવટની છે અને તેના પૂર્જા પણ ત્યાંથી જ આવે છે ત્યારે અચાનક આયાત બંધ કરવાથી ઉધોગ ના પૈડાં થંભી જવાની ભીતિ પણ છે. અને સામે છેડે લોકોનું પણ નુકસાન શરૂઆતમાં ચીન ની સાથે જ જોડાવવાનું છે..પરંતુ કોરોના એ આ એક તક આપી છે..ત્યારે શરૂઆતમાં તકલીફ પડશે.પરંતુ લાંબા ગાળા ના પરિણામો ખુબ જ મીઠા હશે. અને આમપણ આ વાઇરસે સાબિત કરી નાખ્યું છે કે, ભાઈ જે જ્યાં હોય ત્યાં જ રહો હવે વિશ્વને એકબીજાની નજીક આવવામાં બહુ મઝા નથી. ટ્રમ્પની અમેરિકન ફર્સ્ટની નીતિની જેમ જ ભારતે પણ હવે ઇન્ડિયા ફર્સ્ટની નીતિ બનાવવી પડશે. અને લોકોએ પણ દેશના એક જવાબદાર નાગરિકની જેમ ભારતની માટીમાંથી બનેલા કોડીયા પ્રગટાવી દિવાળી ઉજવવાની તૈયારી અત્યારથી શરુ કરવી પડશે..ત્યારે આ રોશની ઉધાર લીધેલી  નહીં હોય..ભારતના જ હાથોથી..ભારતની જ માટીથી પ્રત્યેક ભારતીય ઘર રોશન હશે….ત્યારે મિત્રો દિવાળી દૂર છે પરંતુ હવે જે પણ ચીજો લાવો તે ભારતીય બનાવટની જ લાવવાનો આગ્રહ રાખો..

@ કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews