IPL 2022/ ક્રિકેટરમાંથી બસ ડ્રાઈવર બન્યો ધોની, ચાહકોને થઈ રહ્યા છે આશ્ચર્ય

આ સિઝનમાં 10 ટીમોને બે ગ્રૂપમાં પાંચ-પાંચના રૂપમાં વહેંચવામાં આવી છે. આપણને 2011ની સીઝનમાં પણ આ ગ્રુપને જોવા મળ્યું હતું જ્યારે IPL સાથે બે નવી ટીમો જોડાઈ હતી,

Sports
ધોની

IPL 2022 આપણને નવા રૂપમાં જોવા જઈ રહ્યું છે. આ સિઝનમાં 10 ટીમોને બે ગ્રૂપમાં પાંચ-પાંચના રૂપમાં વહેંચવામાં આવી છે. આપણને 2011ની સીઝનમાં પણ આ ગ્રુપને જોવા મળ્યું હતું જ્યારે IPL સાથે બે નવી ટીમો જોડાઈ હતી, તે દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સે પણ IPLને લઈને તેની તૈયારી શરૂ કરી દીધી છે અને તેનો નવો પ્રોમો રિલીઝ કર્યો હતો. આ પ્રોમોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક અલગ જ રૂપમાં જોવા મળી રહ્યા છે. આ નવો લુક જોઈને તેના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.

જુઓ વીડિયો –

https://twitter.com/StarSportsIndia/status/1497547961051811841?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1497547961051811841%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fsports%2Findian-premier-league%2Fms-dhoni-new-look-before-ipl-2022-in-ipl-promo-star-sports-254376.html

IPLનો આ પ્રોમો સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની બસ ડ્રાઈવરના રૂપમાં જોવા મળી રહ્યો છે. અને તેણે ચશ્મા પણ પહેર્યા છે. કેપ્ટન આ નવો લૂક ફેન્સને ખૂબ જ ખુશ કરી રહ્યો છે.

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે જ્યારે CSK, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સને અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ઓપનર ઈશાન કિશન હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો :ભારતે બીજી T-20માં શ્રીલંકાને સાત વિકેટે પરાજ્ય આપી શ્રેણી પણ જીતી

આ પણ વાંચો :દીકરીના મૃત્યુ બાદ પણ આ ખેલાડીએ મેદાનમાં દેખાડ્યું પોતાનું કૌશલ્ય, વિરોધી ટીમે પણ જુસ્સાને કરી સલામ

આ પણ વાંચો :યુક્રેન સાથે યુદ્ધ રોકવા માટે રશિયન ટેનિસ ખેલાડીએ અનોખા અંદાજમાં આપ્યો આ સંદેશ, Video